Friday, December 27, 2024
HomeGujaratમોરબીના ત્રાજપર ખારીના નાકે સીએનજી રીક્ષા હડફેટે શ્રમિક યુવક ઘાયલ

મોરબીના ત્રાજપર ખારીના નાકે સીએનજી રીક્ષા હડફેટે શ્રમિક યુવક ઘાયલ

મળતી માહિતી મુજબ મોરબી ત્રાજપર ખારીમાં રહેતા ભુપતભાઇ દેવજીભાઈ સિપરા ગત તા.૦૯/૧૦ના રોજ સવારે લીલાપર રોડ ખાતે મજૂરી કામ અર્થે જવા માટે ત્રાજપર ખારીના નાકે વાંકાનેર હાઇવે રોડની સાઈડમાં ઉભા હોય ત્યારે સીએનજી રીક્ષા રજી. નં. જીજે-૧૩-એવી-૭૬૯૧ વાળા ચાલકે પોતાની રીક્ષા પુર ઝડપે ચલાવી રોડની સાઈમાં ઉભેલ ભુપતભાઈ સાથે સીએનજી રીક્ષા અથડાવતા તેઓ નીચે રોડ ઉપર પડી ગયા હતા, જેથી તેમને પ્રતગમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કર્યા હોય જ્યાં ડોક્ટર દ્વારા જોઈ તપાસી પગમાં ફ્રેકચર હોય તેનું ઓપરેશન કરાયું હતું. ત્યારે ઉપરોક્ત સીએનજી રીક્ષાના ચાલક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રિજશ ચલમ આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!