Tuesday, March 31, 2026
HomeGujaratમોરબી-જેતપર હાઈવે પર ટ્રેલરની અડફેટે શાકભાજી લેવા ગયેલ મજૂરનું મોત

મોરબી-જેતપર હાઈવે પર ટ્રેલરની અડફેટે શાકભાજી લેવા ગયેલ મજૂરનું મોત

મોરબી-જેતપર હાઈવે ઉપર માર્ગ અકસ્માતના બનાવમાં પાવડીયાળી નજીક શાકભાજી લેવા ચાલીને જતા મૂળ ઝારખંડના વતની શ્રમિકનું ટ્રેલરની અડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. જેમાં રોડ ઉપર ટ્રેલરના ચાલકે પોતાના વાહનનો અચાનક ટર્ન લેતા ક્લીનર સાઈડનો ટાયરનો જોટ્ટો રાહદારીને માથા ઉપર ફરી વળતા સ્થળ ઉપર જ શ્રમિક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે મૃતકની પત્નીની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ વેન્ટો સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા શુકરમની દુર્ગા તુબિડે ઉવ.૨૯ મૂળ ઝારખંડના વતનીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, મૃતક દુર્ગા તુબિડ (મૂળ ઝારખંડ) વેન્ટો કારખાનામાં મજૂરી કામ કરતો હતો. ત્યારે ગઈકાલ તા.૩૦/૦૩ના રોજ સાંજના સમયે તે શાકભાજી લેવા ગયેલો અને પાવડીયાળી કેનાલ તરફથી પગપાળા જઈ રહ્યો હતો. ત્યારે ટ્રેલર રજી.નં. જીજે-૦૩-બીડબ્લ્યુ-૪૪૩૩ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અચાનક ટર્ન મારતા દુર્ગાને અડફેટે લીધો હતો.

અકસ્મતમાં દુર્ગાને માથા, મોઢા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ સ્થાનિક લોકો દ્વારા એમ્બ્યુલન્સ બોલાવી તેને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ આરોપી ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!