હળવદ પંથકની પ્રજાના પ્રશ્નોની અવગણના કરનાર. નેતાઓ પ્રત્યે હળવદ વાસીઓમાં રોષની લાગણી જોવા મળે છે. હળવદને હથેળીમાં ચાંદ બતાવનાર નેતાઓ અને વિકાસના કાર્યોમાં કોઈ રસ નથી..! વિકાસ બાબતે નેતાગીરીમાં ઉત્સાહનો અભાવ જોવા મળે છે. કુદરતી આપત્તિ બાદ હળવદ શહેર વિકાસ કરી રહ્યું છે ત્યારે કેટલીક પ્રાથમિક સુવિધાઓને અભાવે અનેક સમસ્યાઓથી ઘેરાયેલું રહે છે પ્રજાની અનેક રજૂઆત છતાં ગમે તે કારણોસર આર્થિક રીતે સધ્ધર ગણાતો હળવદ તાલુકામાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલો હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. હળવદ તાલુકાના લોકો અનેક પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે. અનેક વીધ સમસ્યાઓ ભોગવી રહયા છે. મુળભુત અધિકારથી વંચિત પ્રજા કાગારોળ યેનકેન પ્રકારે તંત્ર કાને ધરતું તાલુકાના અતિશય બિસ્માર રોડરસ્તા, લાઈટો, સફાઈ, ટ્રાફિક એસટી ઉપરાંત દબાણો ગેરકાયદેસર બાંધકામ કાયદો-વ્યવસ્થા અનેક પ્રશ્નો મોં ફાટ કરી ને ઉભા છે.
આઝાદીના આટલા વર્ષો પછી પણ હળવદ આવી સામાન્ય સમસ્યા ઉકેલવા માટે આટલું પછાત કેમ ? આ પ્રશ્ન પ્રજાને મૂંઝવી રહ્યો છે. ચૂંટણી સમયે પ્રજાને હથેળીમાં ચાંદ બતાવીને ઠાલા વચનો આપીને હળવાસીઓને ધારાસભ્ય અને નેતાઓએ દિવાસ્વપ બતાવીને મત માટે પગે લાગતાં લોકપ્રિય નેતાને ગરજ મટી જતા હળવદના લોકોને મતદારોને ઓળખતો સુધ્ધાં નથી, ચૂંટાયા બાદ હળવદ પંથકની પ્રજા શું તકલીફ છે? તે પણ જાણતા નથી ઊલટાનું પ્રજાહિતના કામને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાય તો એ તેમાં પણ રાજકીય લાભ લેવા અધીરા બન્યા છે. વહીવટી તંત્ર પણ રાજકીય હીતને સાચવું યોગ્ય માનીને પોતાની નોકરી બચાવવા મજબુર બનતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
હળવદ પંથકમાં અનેક ઠેકાણે ગેરકાયદેસર બાંધકામ, દબાણો ટાઉન પ્લાનિંગના નિયમોનું વિરુદ્ધ તેમજ મંજૂરી પણ લીધા વગર બંધ કામો ચાલી રહ્યા છે. છતાં પણ તંત્ર મૌન બનીને જોઈ રહ્યું છે. તંત્રને આંખ આડા કાન રહ્યું છે કે કરવા મજબુર કરે છે ? તેવું શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યું છે. હળવદને મોડલ સિટી બનાવવાના પ્રજાને દિવાસ્વપ્નો દેખાડનાર હળવદના નેતાઓ આગેવાનો ને વિકાસના કાર્યોમાં રસ નથી. ચૂંટાઈ આવ્યા પછી કોઈ કામ માટે દેખા ન દેતા હળવદ પંથકના લોકોમાં આવા નિંભર નેતા ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે હળવદ પંથકના લોકોમાં ઓમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે આગામી દિવસોમાં સમગ્ર નેતાઓની નિભંરતાનો જવાબ આગામી દિવસોમાં લોકો જનાદેશ આપશે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.