મોરબી જીલ્લામાં કોરોનાના કહેર બાદ દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન ની તાતી જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે આજ સુધી મોરબી સીવીલ હોસ્પિટલમાં ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું જેમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં યોગ્ય નિયમો અને મેનેજમેન્ટ ન જળવાતા વહીવટી તંત્ર દ્વારા ઇન્જેક્શનનું વહેંચાણ કરવાનો આદેશ જીલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવતા હવે ઇન્જેક્શન માટે દર્દીઓને મોરબી વી.સી. ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે વિતરણ કરવા જાહેરાત કરાઈ હતી જેમાં આજે વહેલી સવારથી જ લોકો રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે મોટી સંખ્યા માં પહોચી ગયા હતાં
અને એક જ ગ્રાઉન્ડમાં લાંબી લાઈનો લાગી હતી જો કે વહીવટી તંત્ર દ્વારા વી સી હાઈસ્કૂલ ખાતે મધ્યસ્થ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે તે કેન્દ્ર પર આજ સવાર ના 9 વાગ્યાથી ઇન્જેક્શન આપવાના હતા પરંતુ 11:15 સુધી ઇન્જેક્શન જ ન આવતા લોકોની લાંબી લાઈનો લાગી હતી અને ઇન્જેક્શન લેવા આવેલ દર્દીમાં સગાને ઇન્જેક્શન ન મળતા મુશેકલીઓ અનુભવી રહ્યા છે. ત્યારબાદ બે હજાર જેટલા દર્દીઓ સામે ફક્ત 400 ઇન્જેક્શન નો જથ્થો ફાળવવા આવ્યો હતો. જેને પગલે દર્દીઓના સગાઓએ હોબાળો મચાવ્યો હતો. દર્દીઓને હોસ્પિટલમાં ઇન્જેક્શન નથી મળી રહ્યા અને મોરબી માં હાલ રેમડેસીવીર ઇન્જેક્શન ને લઈને ભારે અછત છે ત્યારે ઇન્જેક્શન આપવા તંત્ર પાસે માંગ કરી હતી.