મોરબી શહેરમાં આવેલ નહેરુ ગેટ ચોકથી જીઈબી ઓફીસ નજીક મહિલા સૌચાયલ બનાવવા અંગે અનેક રજુઆત કરવા છતાં આ દિશામાં પગલાં લેવાય નથી આથી ગામડાઓમાંથી શહેરમાં હટાણું કરવા આવતી માહિલાઓ પરેસાની ભોગવી રહી છે. હવે જ્યારે મોરબી નગરપાલિકાના પ્રમુખ જ મહિલા હોવાથી મહિલાઓની વેદના સમજી તાત્કાલિક મહિલા સૌચાયલ બનાવવા નિર્ણય કરે તેવી માંગ ઉઠી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, ઝનકભાઈ રાજા, અશોકભાઈ ખરચરિયા સહિતનાઓની રજૂઆત ઉપરાંત મહિલા સૌચાયલ અંગે 2017ની સાલથી માંગ કરવામાં આવી રહી છે છતાં આજ સુધી નહેરુ ગેટ ચોકથી જીઈબી ઓફીસ નજીક મહિલા સૌચાયલ બનાવવામાં આવ્યું નથી. સૌચાયલના અભાવને પગલે ગામડાઓમાંથી ખરીદી અર્થે આવતી મહિલાઓ મુશ્કેલીમાં મુકાય છે. હાલ મોરબી નગરપાલિકાના પ્રમુખ જ મહિલા હોવાથી મહિલાઓની વેદના સમજીને ઝડપથી સૌચાયલને મંજુરી આપી કામ શરૂ કરાવે તેવી માંગ ઉઠી છે.