ગરબાની બાળાઓ ને સોનાના નાકના દાણા, પ્લાસ્ટિક ખુશી જોડી, ફોટો ફ્રેમ,કલાઈ વાળા સ્ટીલ ડબ્બો, શિક્ષણ કીટ, કટલેરી કીટ લહાણીમાં અર્પણ કરાઈ ક્રિષ્ના હોસ્પિટલ,વાત્સલ્યમ્ સમાચાર સહયોગી બન્યા
આજકાલના યુવાનોમાં અર્વાચીન ગરબાઓ તેમજ પાર્ટી પ્લોટોમાં નવરાત્રીની ઉજવણી કરવાની ઘેલછા જાગી છે ત્યારે મોરબીમાં પ્રાચીન ગરબીઓએ પણ પોતાની આગવી ઓળખ પણ ઉભી રાખી છે. મોરબી રોહીદાસ પરા ખાતે આવેલ આંબેડકર ચોક માં છેલ્લા ૧૧ વર્ષ થી શ્રી ભુવનેશ્વરી ગરબી મંડળ દ્વારા નવરાત્રીની પ્રાચીન રાસ ગરબા સાથે મનાવવામાં આવે છે આ વર્ષે પણ નવલી નોરતા ના નવ દિવસ બાળાઓ દ્વારા રાસ ગરબાઓ ની રમઝટ બોલાવી માં અંબેની આરાધના કરી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, આ નવરાત્રી મહોત્સવ ની ઉજવણીમાં ક્રિષ્ના હોસ્પિટલ મોરબી, વાત્સલ્યમ્ સમાચાર દૈનિક સમાચાર પત્ર, અવસર કરિયાવર, સહયોગીઓ બન્યા, ૧૧૫ બાળાઓ એ નવલી નવરાત્રિના નવ નવ દિવસ અલગ અલગ રાસ ગરબાઓ રમી માતાજીની પૂજા અર્ચના કરી આ તમામ બાળાઓ ને લહાણી માં માયા કન્સ્ટ્રક્શન દ્વારા 95 દીકરીઓને સોનાના નાકના દાણા, નંદની પરેશ પારિયા દ્વારા 20 દીકરીઓને સોનાના નાકના દાણા, શશાંગભાઈ દંગી સિલ્પન ગિફ્ટ દ્વારા તમામ બાળાઓ ને ફોટો ફ્રેમ, મહાદેવભાઇ ડાભી શાંતિ એકેડમી તરફથી સ્ટીલના ડબ્બા, કલ્પેશભાઈ કુંધાણી કટલેરી સ્ટોર દ્વારા કટલેરી કીટ, કિશોરભાઈ શુકલ સાર્થક વિદ્યામંદિર તરફથી શિક્ષણ કીટ, શ્રી ભુવનેશ્વરી ગરબી મંડળ દ્વારા પ્લાસ્ટિક ખુરશી નંગ 2 દરેક દીકરીઓને ભેટ આપી તદુપરાંત મોરબીના જાણીતા ઉદ્યોગકાર પંકજ રાણસરિયા દ્વારા ૧૧૧૧૧ રૂપિયા રોકડા લહાણી પેટે આપ્યા.
ગરબી મંડળ ની બાળાઓને લહાણી આપવા માટે મોરબી સિટી બી ડિવિઝન ના એ.એસ.આઇ. વશરામભાઈ સેતા અને પોલીસ સ્ટાફ, સાર્થક વિદ્યામંદિર ના કિશોરભાઈ શુક્લ પરિવાર સાથે તેમજ નંદિની પારીઆ અને આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.
શ્રી ભુવનેશ્વરી ગરબી મંડળનું સંચાલન જયેશભાઈ સારેસા, પ્રવીણભાઈ ચાવડા, ભોપીભાઈ સારેસા, ભરતભાઈ બોસિયા, રમેશભાઈ સારેસા, કાર્તિક વઘોરા, સંજય સારેસા, જયેશ શેખાવા, લલિત સારેસા, ચિરાગ વઘોરા, લક્ષ્મણ ધોળકિયા, દિનેશ પુરાણી તેમજ દિનેશ કાટીયાએ કરેલ.