આગામી ઉનાળા દરમિયાન રાજયમાં પાણી નો સંકટ ન સર્જાય તેમાટે રાજ્ય સરકાર ચિંતાતુર બની છે. તો બીજી તરફ મોરબીના મચ્છુ નદી પર આવેલ પુલ પાસે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નર્મદા પાઇપ લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના મચ્છુ નદી પર આવેલ પુલ પાસે નર્મદા પાઇપ લાઇનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી નો બગાડ થયો હતો. જેના કારણે ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે છેલ્લા ચાર કલાક કરતાં વધુ સમયથી પાણીનુ લીકેજ છતાં તંત્ર દ્વારા હજુ સુધી રીપેરીંગની તસ્દી લેવામાં આવી નથી. ત્યારે સ્થાનિક રહીશો દ્વારા ભંગાણ રીપેર કરવા અને પાણીનો બગાડ અટકાવવા માટે રજૂઆત કરાઈ છે. તેમ છતાં સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું ન હોય તેવું લાગી રહ્યું છે.