રાજ્યમાંથી વ્યાજખોરોના ત્રાસ પર અંકુશ મેળવવા માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્ય વ્યાપી ડ્રાઇવ ચલાવવામાં આવી છે. 31મી જાન્યુઆરી સુધી ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં અનેક જગ્યાએ લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને વ્યાજખોરો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. ત્યારે મોરબીમાં પણ આજે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને મોરબીનાં લાલપર ગામે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી તાલુકાના લાલપર ગામે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામા લોક દરબાર યોજી ગામ લોકોને વ્યાજખોરોના ચક્રમા ન ફસાવા અંગે જાગૃત કરાયા હતા. તેમજ સરકારની યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા. અને જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચક્રમા ફસાયેલ હોય તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરવા સમજ કરવામાં આવી હતી. ત્યારે આ લોકદરબારમાં મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર કે. એ. વાળા તેમજ પ્રો PI સોલંકી , PSI બગડા તેમજ આશરે 100 જેટલા આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.