Sunday, May 19, 2024
HomeGujaratલેન્ડ ગ્રેબિગ:ટંકારામાં ખેતીની જમીન પચાવી પાડનાર બે ઈસમો વિરુધ્ધ નોંધાઈ ફરિયાદ

લેન્ડ ગ્રેબિગ:ટંકારામાં ખેતીની જમીન પચાવી પાડનાર બે ઈસમો વિરુધ્ધ નોંધાઈ ફરિયાદ

Inગેરકાયદે જમીન પચાવી પાડનારા સામે કડક કાર્યવાહી થાય તે માટે રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ ૨૦૨૦ કાયદો લાગુ કર્યો છે. જે કાયદા હેઠળ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે વધુ એક ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં બે ઈસમોએ હડમતીયા ગામની સીમમાં પારકી જમીન ઉપર કબ્જો કરી જીરું વાવી દેતા સમગ્ર મામલે મોરબીના એડવોકેટ ચિરાગ પી. પાડલીયા તથા ધારા વી. કુંડારીયાની સલાહ સૂચન અને માર્ગદર્શન મુજબ લેન્ડ ગ્રેબિગની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં રવાપર રોડ પાર આવેલ યોગેશ્વર સોસાયટીમાં ભંભોડીની વાડી ખાતે રહેતા અને ખેતીકામ કરતા અનસોયાબેન રમેશભાઈ નકુમની ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમા ખેરાર નામે ઓળખાતી વાડી જેના સર્વે નંબર ૨૪૫ પૈકી ૩ ની હેક્ટર આર.એ.-૦૦-૮૦-૯૪ ૮૦-૯૪ થી ૫ વિઘા જમીન આવેલ હોય જે જમીન પૈકી ૨૬ ગુઠા જેટલી જમીન ઉપર ભીખાભાઈ વાલજીભાઈ સીણોજીયા તથા જયંતિભાઈ વાલજીભાઈ સીણોજીયા નામના શખ્સોએ ગેર કાયદેસર કબ્જો કરી લઈ જીરૂનું વાવેતર કરતા અનસોયાબેન દ્વારા સમગ્ર મામલે એડવોકેટ ચિરાગ પી. પાડલીયા તથા ધારા વી. કુંડારીયાની સલાહ લઈ મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા જતા કલેક્ટર દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધવા આદેશ આપતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!