મોરબી ખાતે આવેલ સરકારી કર્મચારી સોસાયટી પ્લોટ નં-૧૩ બ્લોક નં-૦૭ ભાડે રાખી ભાડુતે અંદાજે એક લાખ ઉપરાંતની ભાડાની રકમ પણ ઓળવી જઇ અને મકાનમાં કબજો જમાવી લેતા આ મામલો સિટી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ચીરાગભાઇ ભગવાનજીભાઇ પરસાણીયા/મિસ્ત્રિ ઉ.વ.૩૫ ધંધો-આર્કીટેક (રહે.બી-૩, અક્ષર વિહાર સાઇનગર તા-વસઇ જી.પાલઘર મહારાષ્ટ્ર)એ મોરબીના સરકારી કર્મચારી સોસાયટીમા આવેલ પોતાનું મકાન યુનુષભાઇ અલીભાઇ પલેજા ને ભાડે થી રહેવા માટે આપ્યું હતું. ત્યારબાદ આરોપી યુનુષભાઇએ મકાન હડપ કરી જવાના ઇરાદે ભાડાની રકમ રૂપીયા-૧,૧૫,૦૦૦ જેટલી રકમ નહી આપી અને ભાડા કરાર પુરો થયા બાદ માકન ખાલી નહી કરી મકાનમા ગેરકાયદેસર કબ્જો ચાલુ જમાવી લીધો હતો આ અંગે ચીરાગભાઇ પરસાણીયાએ આરોપી યુનુષભાઇ અલીભાઇ પલેજા તથા તેમની સાથે મકાનમા ગેરકાયદે રહેતા તેમના પરીવારના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧)(૩),૫(ગ) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.