Sunday, June 29, 2025
HomeGujaratમોરબીના ખાનપર ગામે ખેતી વિષયક જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરનાર બે સગાભાઈઓ...

મોરબીના ખાનપર ગામે ખેતી વિષયક જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરનાર બે સગાભાઈઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ.

મોરબી તાલુકાના ખાનપર ગામની ખેતી વિષયક જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી તેમાં વાવેતર કરી આર્થિક ઉપજ મેળવતા બે સગાભાઈઓ વિરુદ્ધ જમીન-માલીક દ્વારા લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાવતા, તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ખાનપર ગામના સર્વે નં. ૩૪ પૈકી-૯ ની જમીન હાલ વસંતભાઈ છગનભાઈ રાજકોટિયા ઉવ.૪૯ રહે.હાલ ફ્લોરા-૧૭ એસ.પી. રોડ મોરબી વાળાની માલિકીની હોય ત્યારે આ જમીન આરોપી પ્રકાશભાઈ તરશીભાઈ જીવાણી તથા આરોપી કલ્પેશભાઈ તરશીભાઈ જીવાણી બન્ને રહે. ખાનપર તા. મોરબી વાળાએ આ જમીન ઉપર ગેરકાયદેસર કબજો કર્યો હોય જેથી બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી વસંતભાઈએ પોતાની જમીન તા. ૨૪/૦૫/૨૦૨૧ ના રોજ વેચાણ દસ્તાવેજ નં. ૯૭૦૩ મુજબ શારદાબેન તરશીભાઈ જીવાણી પાસેથી રૂ. ૩,૦૫,૦૦૦/- ચૂકવીને ખરીદી હતી. તેમ છતાં આ જમીન પર શારદાબેનના પુત્રો આરોપી પ્રકાશભાઈ તથા કલ્પેશભાઈ તરશીભાઈ જીવાણીએ ગેરકાયદેસર રીતે કપાસનું વાવેતર કરી જમીનનો કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો.

વધુમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી વસંતભાઈએ વારંવાર તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, તેમજ લીગલ નોટિસ મોકલ્યા છતાં પણ આરોપીઓએ જમીન ખાલી કરી નહોતી. પરિણામે, વસંતભાઈએ લેન્ડ ગ્રેબીંગ અધિનિયમ હેઠળ અરજી દાખલ કરતા, કેસની તપાસ મામલતદાર દ્વારા કરવામાં આવી હતી અને તમામ દસ્તાવેજી પુરાવા તેમજ રેવન્યુ રેકર્ડને આધારે જીલ્લા કલેક્ટર અને લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરવા લેખિત હુકમ કરવામાં આવતા, બન્ને આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીઓ વિરુદ્ધ જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!