Monday, December 23, 2024
HomeGujaratહળવદના બુટવડા ગામેં જમીન હડપ કરી લેનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ...

હળવદના બુટવડા ગામેં જમીન હડપ કરી લેનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયો

હળવદ તાલુકાના બુટવડા ગામની સીમમાં આવેલ બે જુદા જુદા સર્વે નંબર વાળી જમીન હડપ કરી લેવાના ઇરાદે દબાણ કરનાર શખ્સ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ગુન્હો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ભાડીયાકુવા પાસે બસ સ્ટેન્ડ રોડ હળવદ ખાતે રહેતા વિજયકુમાર વ્રજલાલ અનડકટ (ઉ.વ.૪૨)ની માલિકીની હળવદ તાલુકાના બુટવડા ગામની સીમના રેવન્યુ સવૅ નં.૧૨૯ પૈકી ૧ વાળી જમીન હે.આર.ચો.મી. ૨-૫૪-૯૫ તથા બુટવડા ગામની સીમના રેવન્યુ સવૅ નં.૧૨૯ પૈકી ૨ વાળી જમીન હે.આર.ચો.મી. ૨-૫૪-૯૫વાળી જમીન ઓળવી જવાના ઇરાદે આરોપી વિરજીભાઈ અમરશીભાઈ દલવાડી (રહે.વેગડવાવ તા.હળવદ)એ જમીન પર ગેર કાયદેસર કબજો કરી આ જમીન પર આજદિન સુધી કબ્જો ખાલી ન કરતા હળવદ પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ તળે કાર્યવાહી હાથ ધરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!