મોરબીની પરશુરામ પોટરીમા મજુરોના કવાટર્સ બનાવેલ રહેણાક મકાન, જમીન સહિતની મિલકત પચાવી પાડનાર બે મહિલા સામે મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે લેન્ડ ગ્રેબિંગનું હથિયાર ઉગામી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના પરશુરામ પોટરી વર્કસ કુ.લી.ના સરિતાબેન અચ્યુતભાઇ ગણપુલે (ઉવ-૫૫)ની મોરબી તાલુકાના ત્રાજપર ગામના સીટી સર્વે નંબર-૨૩૬૦/૨ પૈકીની જમીનમા પરશુરામ પોટરીમા મજુરોના કવાટર્સ બનાવેલ હોય જે પૈકી મકાન નંબર-૪૩ ગૌશાળા વાળી લાઇનમા આવેલ રહેણાક મકાનમા આરોપી ખીમીબેન મોતીભાઇ ભંખોડીયાએ ગેરકાયદેસર કબ્જો જમાવી જમીન, મકાન પચાવી પડ્યું છે. જ્યારે સર્વે નંબર-૨૩૬૦/૨ પૈકીની જમીનમા પરશુરામ પોટરીમા મજુરોના કવાટર્સનું વધુ એક રહેણાક મકાનમા શાંતાબેન દેવશીભાઇ સોલંકી તથા તપાસમાં ખુલે તે તમામે પચાવી લીધું હોવાની સરિતાબેને મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની ક ૪(૩),૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.