એક જ પરિવારના ચાર સભ્યો ગેરકાયદે પારકી જમીન ખેડીને ઉપજ મેળવતા હોય જમીનના માલિકે ખાલી કરવાનું કહેતા ચારેય આરોપીઓ મારવા દોડ્યા
વાંકાનેરના ચંદ્રપુરમાં ખેતીની જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રેબીગની ફરિયાદ થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના ચાર સભ્યો ગેરકાયદે પારકી જમીન ખેડીને ઉપજ મેળવતા હોય જમીનના માલિકે ખાલી કરવાનું કહેતા ચારેય આરોપીઓ મારવા દોડ્યા અને ધમકી આપી હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હનીફાબેન ગુલાબહુશેનભાઈ શેરશીયા ઉ.વ૪૦ ધંધો ખેતી તથા ઘરકામ રહે ચંદ્રપુર તા.વાંકાનેરવાળાએ આરોપીઓ એહમદહુશેન ગુલાબભાઈ શેરશીયા, ફૈજલ ગુલાબભાઈ શેશીયા, સોયબભાઇ ગુલાબભાઈ શેરશીયા, રોશનબેન ગુલાબભાઈ શેરશીયા રહે ચારેય ચંદ્રપુર તા વાંકાનેર સામે ગુજરાત જમીન પચાવી પા ડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ હેઠળ એટલે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદી નોંધાવી હતી.
ફરીયાદીની માલીકીની વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની સીમ મા આવેલ સર્વે નં.૧૧૪ પૈકી ૨+૩ જમીન હેકટર ૦-૮૯-૦૩ વાળી ખેતીની જમીન આરોપીઓએ પચાવી પાડવાના આશયથી કબ્જો કરી લઇ હાલ સુધી પોતાના કબ્જામા રાખી ઉપજ નીપજ મેળવતા હોય ફરીયાદી તથા તેણીના પતિએ આરોપીઓને આ જમીન ખાલી કરી સોપી આપવા જણાવતા ફરીયાદી તથા સાહેદ ને ગાળો બોલી મારવા દોડી હવે પછી આ બાજુ આવશો તો જાનથી મારી નાખશુ તેવી ધાક ધમકી આપી હતી. આ લેન્ડ ગ્રેબીગની ફરિયાદની વધુ તપાસ ડીવાયએસપી એમ.આઇ. પઠાણ ચલાવી રહ્યા છે.