મોરબીના શખ્સને સરકાર દ્વારા થોડા સમય અગાઉ એક પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. જયારે તે શખ્સ પ્લોટ જોવા ગયો ત્યારે તે સ્થળ પર અગાઉથી જ બાંધકામ થયેલ જોવા મળ્યું હતું. જેથી તેણે તે પ્લોટ ખાલી કરવાનું કહેતા આરોપી પિતા-પુત્રે પ્લોટ પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર કબ્જો ખાલી નહી કરી કબ્જો ચાલુ રાખતા સમગ્ર મામલે પિતા-પુત્ર વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં વિશીપરા રોહિદાસ પરા મેઇન રોડ રેલ્વે સ્ટેશનની પાછળ રહેતા દિનેશભાઇ અરજણભાઇ સોલંકીને સરકાર દ્વારા ગત તા-૨૫/૦૫/૨૦૧૮ ના રોજ હુકમ કરી રોહિદાસ પરામા આવેલ પ્લોટ નં-૦૧ જેનુ ક્ષેત્રફળ ૧૨૭.૬૧ ચોરસ મીટર વાળો ફાળવણી કરવામા આવેલ જે પ્લોટમા આરોપી ઓસમાણ ઉર્ફે હુશેનભાઇ સુલેમાનભાઇ સેડાત તથા ઇબ્રાહીમ ઉર્ફે ઇભુ ઓસમાણ ઉર્ફે હુશેનભાઇ સેડાત (રહે. બન્ને રોહીદાસ પરા વીશીપરા મોરબી)એ ગેરકાયદેસર કબ્જો કરી પ્લોટ પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર કબ્જો ખાલી નહી કરી કબ્જો ચાલુ રાખતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.