માળીયા(મી) પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે તાલુકાના માણાબા ગામે રહેણાંક મકાનમાં રેઇડ કરી બિયરના ૩૬ ટીન સાથે મકાન માલીક શખ્સની અટકાયત કરવામાં આવી છે.
માળીયા(મી) તાલુકાના માણાબા ગામે ખડીવાસમાં રહેતા નિલેશભાઈ પોતાના રહેણાંક મકાનમાં બિયરનો ગેરકાયદેસરનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની ચોક્કસ મળેલ બાતમીને આધારે માળીયા(મી) પોલીસ ટીમે ઉપરોક્ત રહેણાંક મકાને રેઇડ કરતા, જ્યાંથી કિંગફિશર બિયરના ૩૬ ટીન સાથે આરોપી નિલેશભાઈ દેવશીભાઈ ઝીંઝુવાડીયા ઉવ.૨૫ ની અટક કરવામાં આવી હતી. આ સાથે પોલીસે રૂ.૭,૯૨૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.