મોરબી મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૨૫-૨૬ના બાકી મિલકતવેરા ભરવા માટે ૩૧ માર્ચ એટલે કે માત્ર એક દિવસ બાકી હોવાનું જાહેર કરી નાગરિકોને તાત્કાલિક વેરો ભરવા અપીલ કરી છે. નિર્ધારિત સમયમર્યાદા બાદ બાકી રકમ પર ૧૮% વ્યાજ વસૂલવામાં આવશે તેવી તાકીદ કરી છે.
મોરબી મહાનગરપાલિકાએ શહેરના તમામ મિલકતધારકોને સૂચના આપી છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નો પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે હવે માત્ર એક દિવસનો સમય બાકી રહ્યો છે. જે નાગરિકોએ હજુ સુધી વેરો ભર્યો નથી, તેઓએ તરત જ પોતાની બાકી રકમ જમા કરાવવી જરૂરી છે. મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે નાગરિકો ટેક્સ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, કલસ્ટર ઓફિસો તેમજ ઓનલાઈન પોર્ટલ મારફતે પણ ભરી શકે છે. ખાસ કરીને તા.૩૧/૦૩/૨૦૨૬ સુધી રજાના દિવસોમાં પણ ટેક્સ ભરવાની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે. ત્યારે અંતિમ દિવસોમાં ભીડ અને વિલંબને કારણે વધારાની મુશ્કેલી ટાળવા તથા ૧૮% વ્યાજની પેનલ્ટીથી બચવા માટે નાગરિકોને તાત્કાલિક વેરો ભરવા અપીલ કરવામાં આવી છે.









