Friday, January 10, 2025
HomeGujaratચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રીયા માટે મોરબી આઈ.ટી.આઈ દ્વારા અંતિમ તારીખ લંબાવાઈ

ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રીયા માટે મોરબી આઈ.ટી.આઈ દ્વારા અંતિમ તારીખ લંબાવાઈ

આઈ.ટી.આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-2023 ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી રહેલ બેઠકો માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રીયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી મેરીટ આધારીત પ્ર્રવેશ આપવાની પ્રક્રીયાની અંતિમ તારીખ.૨૩/૦૯/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

આઈ.ટી..આઈ મોરબી ખાતે ૧૦:૦૦ થી ૦૬:૦૦ દરમ્યાન ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી મેરીટ આધારીત પ્ર્રવેશ આપવાની પ્રક્રિયા તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદશન આપવા માટે હેલ્પ સેન્ટર કાર્યરત રાખવામાં આવશે. ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે જરુરી શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રો જેવા કે, ધોરણ ૮ થી ૧૦ ની માર્કશીટ(અસલ), પ્રયત્નનો દાખલો (Trial Certificate), શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, જાતી/કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS), દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગનુ પ્રમાણપત્ર, રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમીસાઈલ સર્ટીફિકેટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, બેંક પાસબૂક(મરજીયાત), આવકનો દાખલો, BPL (જો લાગુ પડતું હોય) સાથે રાખવાના રહેશે. તેમજ વધુ માહિતી માટે મો – 8320169599 પર સંપર્ક કરવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબીએ જાહેર કર્યું છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!