Wednesday, January 8, 2025
HomeGujaratમોરબીમાં ગત રાત્રીના થયેલ યુવાનની હત્યા પ્રેમ પ્રકરણ કારણભૂત બન્યું : ત્રણ...

મોરબીમાં ગત રાત્રીના થયેલ યુવાનની હત્યા પ્રેમ પ્રકરણ કારણભૂત બન્યું : ત્રણ ઈસમોએ કાવતરું રચી ઢીમ ઢાળી દીધું હોવાનું ખુલ્યું

ગત મોડી રાત્રીના સવા અગિયાર વાગ્યાની આસપાસ મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક હિરેન ભટ્ટ નામના યુવાનની કરાઈ હતી કરપીણ હત્યા : રણજીત સિંહ વાઘેલા મહિપત સિંહ વાઘેલા અને એક અજાણ્યાં ઈસમે કાવતરું રચી હત્યા નીજપાવી : માતા ની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ગત મોડી રાત્રે જૂના બસ સ્ટેન્ડ નજીક હિરેન ભટ્ટ નામના યુવકની છરી ના ઘા મારી હત્યા નીપજાવાઈ હતી જેમાં આજે ત્રણ ઈસમોએ પ્રેમ પ્રકરણ નો ખાર રાખી યુવકનું ઢીમ ઢાળી દેવાયાની ફરિયાદ નોંધાઈ છે.

મૃતક યુવકના માતા એ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના મૃતક દીકરા એ ગઇકાલે બપોરે જણાવેલ હતું કે આપના શેરીમાં પેહલા રહેતા હતા માહિપાત સિંહ વાઘેલા અને રણજીત સિંહ વાઘેલા મારી સાથે માથાકૂટ કરવાના છે એવું લાગે છે જેથી ફરીયાદી એ તેમના મૃતક પુત્રને જણાવ્યું હતું કે એવું કંઈ નહિ થાય ચિંતા કરમાં ત્યાર બાદ પોતાના નિત્યક્રમ મુજબ મૃતક યુવક પોતાના મિત્ર સાથે ગત રાત્રે જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલ ખોડિયાર પાન ની દુકાને બેસવા ગયો હતો જ્યાં તેના મિત્રના જણાવાયા અનુસાર ત્રણ ઈસમો આવ્યા હતા અને મૃતક હિરેન. ને પાન ની દુકાન ની સામે આવેલ શેરીમાં લઈ ગયા હતા અને ત્યાં માથાકૂટ કરવા લાગેલ હતા બાદમાં એક વ્યક્તિએ હિરેન ને પકડી રાખીને એક વ્યક્તિએ છરી ના ઘા મારી હત્યા નિપજાવી હતી જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી મહિપત સિંહ વાઘેલા,રણજીત સિંહ વાઘેલા અને એક અજાણ્યા ઇસમ વિરૂદ્ધ આઈપિસી ૩૦૨,૧૨૦(બી),૧૧૪, જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!