ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મુખ્ય કામગીરી પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણની ગુણવત્તાના રક્ષણની છે.જોકે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દેર આયે દુરસ્ત આયે ની જેમ મચ્છુ ૨ ડેમ નજીક પ્લાસ્ટિક વેસ્ટ ફેકનાર એક પેપરમિલને ક્લોઝર નોટિસ આપી હતી. તેમજ વિરપર પાસે દુર્ગંધ મારતું ખરાબ પાણી છોડનાર ફૂડ કંપનીને સિલ કરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા પ્રદુષણ ફેલાવતી કંપાનીઓ વિરુદ્ધ કડક કામગીરી આદરી છે. જેને લઇ પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. તેમજ તાજેતરમાં મચ્છુ–૨ ડેમ સાઇટ નજીક જાહેરમાં ૨૦૦ ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટનો કચરો ફેકનાર નેકસા પેપરમિલને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા રૂપિયા ૪૫ લાખનો દંડ ફટકારી ક્લોઝર નોટિસ આપી હતી. તેમજ વિરપર નજીક આવેલ બિઝ ફૂડ કંપની દ્વારા જાહેરમાં દુર્ગંધ મારતું પાણી છોડવામાં આવતું હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ આદરવામાં આવી હતી. તેમજ ફરિયાદની ખરાઈ થઇ જતા ફૂડ કંપનીને સિલ મારી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.