Sunday, January 12, 2025
HomeGujaratઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા સ્વ. નલિનભાઈ ધનજીભાઈ છનીયારાના સ્મરણાર્થે નિઃશુલ્ક કેન્સર...

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા સ્વ. નલિનભાઈ ધનજીભાઈ છનીયારાના સ્મરણાર્થે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા સ્વ. નલિનભાઈ ધનજીભાઈ છનીયારાના સ્મરણાર્થે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ત્રીઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધારો થતા ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા સ્વ. નલિનભાઈ ધનજીભાઈ છનીયારાના સ્મરણાર્થે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ આગામી તા. 3-10-2023, 4-10-2023 ના રોજ સવારે 10:00થી 4:00 સુધી મયૂર હોસ્પિટલ, ઝૂલતા પુલ પાસે, સ્વામિનારાયણ મંદિરની સામે રાખવામાં આવ્યો છે. હાલમાં સ્ત્રીઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેને લઇ શરમ સંકોચ અને આર્થિક કારણોસર લોકો સમયસર નિદાન કરાવવાનું ટાળતા હોય છે. સજાગતાથી જો પ્રાથમિક સ્ટેજમાં જ તપાસ થઈ જાય તો ઘણા પ્રકારની તકલીફો અને વેદનાથી બચી શકાય છે. ત્યારે સામાન્ય રીતે આ ટેસ્ટની કિંમત રૂપિયા 5,000 હોય છે. પરંતુ ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા આ નિદાન કેમ્પ નિઃશુલ્ક કરવામાં આવશે. ક્લબ પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા દ્વારા મોરબી વાસી દરેક બહેનોને આ નિદાન કેમ્પનો લાભ લઈ કેન્સર જેવા જીવલેણ રોગ સામે અગમચેતીના પગલાં રૂપે આ કેમ્પનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે. ત્યારે આ કેમ્પમાં લાભ લેવા માટે મયૂરીબેન કોટેચા – 9275951954, શોભનાબા ઝાલા – 9979329837, પ્રીતિબેન દેસાઈ – 9979329837, જ્યોતિબેન વિઠ્ઠલપરા – 9624922933, રંજનાબેન સારડા – 9726599930, મનિષાબેન ગણાત્રા – 8238282420 તથા નયનાબેન બારા – 8530531830 નો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!