Monday, February 24, 2025
HomeGujaratવાંકાનેર શહેરમાં મોડી સાંજે લૂંટનો બનાવ : છરીની અણીએ લૂંટ : જીલ્લા...

વાંકાનેર શહેરમાં મોડી સાંજે લૂંટનો બનાવ : છરીની અણીએ લૂંટ : જીલ્લા ભરમાં નાકાબંધી

વાંકાનેર શહેરમાં આજે મોડી સાંજે લૂંટનો બનાવ બન્યો છે આ ઘટનાની વિગતવાર માહિતી જીવ જઈએ તો વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલ વિકાસ જીન નજીક લૂંટની ઘટના બની હતી જેમાં સ્વીફટ ચાલક GJ 03 ER 7948 ને બે અજાણ્યા ઈસમોએ આંતરીને સ્વીફ્ટ કાર પર પથ્થરમારો કરી બેસબોલ ના ધોકા વડે હુમલો કરી કારમાં સવાર વિકાસ જીનના ભાગીદાર યુસુફ માથાકિયા અને એકાઉન્ટ અબ્દુલ ભાઈ પર હુમલો કર્યો હતો અને

- Advertisement -
- Advertisement -

છરીની અણીએ લૂંટ ચલાવી હતી જેમાં ભોગ બનનાર ના જણાવ્યા અનુસાર થેલામાં રોકડ રકમ ચેક અને કાગળો હતા જેમાં આ રકમ ૨૭ લાખ હોવાનું હાલ ભોગ બનનાર જણાવી રહ્યા છે આ ઘટનામાં કારમાં સવાર એકાઉન્ટ અબ્દુલ ભાઈને છરીથી ઈજાઓ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ લૂંટની ચકચારી ઘટના ની જાણ થતાં જ વાંકાનેર શહેર પોલીસ,વાંકાનેર તાલુકા પોલીસ,એલસીબી સહિતની ટિમો ઘટના સ્થળે પહોંચી અને લૂંટની ઘટનાથી જીલ્લા અને રેન્જમાં નાકાબંધી કરી દીધી હતી અને લૂંટારાઓનું પગેરું મેળવવા અને ઘટનાની પાયાની હકીકત જાણવા હાલ મોરબીની પોલીસ ટિમો કામે લાગી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!