Saturday, December 28, 2024
HomeGujaratમોરબીનાં મચ્છી પીઠ વિસ્તારમાં મોડી રાત્રે માથાકૂટ:એક ઇસમે ઘરમાં ઘૂસી મહિલા સહિત...

મોરબીનાં મચ્છી પીઠ વિસ્તારમાં મોડી રાત્રે માથાકૂટ:એક ઇસમે ઘરમાં ઘૂસી મહિલા સહિત ત્રણ લોકોને છરી ઝીંકી

મોરબીનાં મચ્છી પીઠ વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે માથાકૂટ થયાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક ઇસમ એ ઘરમાં ઘૂસી ને પરિવાર પર છરી વડે હુમલો કરતા ત્રણ વ્યકિતઓને છરીના ઘા લાગતા હોસ્પીટલ ખસેડાયા હતા અને હાલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની વિગત મુજબ મોરબી ના મચ્છી પીઠ વિસ્તારમાં રહેતા સલીમભાઈ મોવર એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેમનો દીકરો સમીર મચ્છી પીઠમાં આવેલ ઇદ મસ્જિદ પાસે બેઠો હતો ત્યારે મહેબૂબ નામના આરોપીએ ત્યાં આવીને ગાળો બોલી માથાકૂટ કરતા સલીમ એ તેના ભાઈ નિઝામ ને ફોન કરી તમામ વાત જણાવી હતી જે બાદ નિઝામ ઘેરથી ત્યાં પહોંચ્યો હતો અને તેના ભાઈ સમીરને લઇને ઘરે પરત આવી ગયો હતો.જેને થોડી જ વારમાં મહેબૂબ કાસમ ભાઈ થૈયમ નામનો આરોપી છરી લઇને ફરિયાદીના ઘરમાં ઘૂસી ગયો હતો અને ફરિયાદી સલીમભાઈ ને કોણી માં અને પગમાં તેમજ ફરિયાદીના દીકરા નિઝામ ને હાથમાં અને ત્યાં હાજર અને છૂટ્ટા પડાવવા વચ્ચે પડેલ રજીયા બેન ને પણ હાથના પંજાના ભાગમાં છરીનો ઘા મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી મહેબૂબ નાસી છૂટયો હતો.

બનાવ બાદ તમામ ઈજાગ્રસ્તોને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તમામની હાલત પણ સ્થિર છે ત્યારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપી મહેબૂબ કાસમભાઈ થૈયમ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!