Saturday, January 4, 2025
HomeGujaratહળવદના માથક ગામે વાડીની ઓરડીમાં ચાલતી જુગાર કલબ ઉપર એલસીબીની કાર્યવાહી: છ...

હળવદના માથક ગામે વાડીની ઓરડીમાં ચાલતી જુગાર કલબ ઉપર એલસીબીની કાર્યવાહી: છ જુગારી ઝડપાયા:એક ફરાર

મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે પૂર્વ બાતમીને આધારે હળવદના માથક ગામે વાડીની ઓરડીમાં નાલ ઉઘરાવી ચલાવવામાં આવતા જુગારના અખાડા ઉપર રેઇડ કરી હતી. ત્યારે પોલીસે સ્થળ ઉપરથી તીનપત્તીનો જુગાર રમી રહેલા છ શખ્સોને રોકડા રૂ.૩૭,૩૦૦/- સાથે પકડી લીધેલ હતા. દરોડા દરમિયાન એક શખ્સ સ્થળ ઉપરથી નાસી જતા તેને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

 

મોરબી ક્રાઇમ બ્રાંચ સ્ટાફને સયુંકતમાં હકીકત મળી કે હળવદ તાલુકાના માથક ગામે ભરતભાઇ જાલાભાઇ જાદુભાઇ કોળીની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીનપત્તીના જુગારનો અખાડો ચલાવતો હોય જેથી એલસીબી પોલીસ ટીમે મળેલ બાતમી મુજબની જગ્યાએ રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમી રહેલા જાલાભાઇ જાદુભાઇ સિણોજીયા રહે.રાયધ્રા તા.હળવદ, સંદીપભાઇ રામજીભાઇ સિણોજીયા રહે.રાયધ્રા તા.હળવદ, ભીમાભાઇ રૂડાભાઇ સડાણીયા રહે.રાયધ્રા તા.હળવદ, માંડણભાઇ ભોજાભાઇ સિણોજીયા રહે.રાયધ્રા તા.હળવદ, અજીતભાઇ મેઘજીભાઇ સોઢા રહે.નવા પીપળીયા તા.જી.મોરબી, ભરતભાઇ વસુભાઇ નંદેસરીયા રહે. રાયધ્રા તા.હળવદવાળાને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૩૭,૩૦૦/- કબ્જે કર્યા હતા. બીજીબાજુ દરોડા દરમિયાન એક આરોપી દીનેશભાઇ હીરાભાઇ નંદેસરીયા રહે.રાયધ્રા ગામ તા.હળવદવાળો સ્થળ ઉપરથી નાસી જતા તેને ફરાર દર્શાવી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!