Saturday, June 28, 2025
HomeGujaratટંકારામાં ૧૩ વર્ષ પહેલા મંદિરમાં ચોરી કરનાર આરોપીને એમપીથી ઝડપી પાડતી એલસીબી

ટંકારામાં ૧૩ વર્ષ પહેલા મંદિરમાં ચોરી કરનાર આરોપીને એમપીથી ઝડપી પાડતી એલસીબી

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૩ વર્ષ પહેલાં મંદિરમાં ચોરી થઈ હતી.જે ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના અગેરા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી પાડયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર,મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમો મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવા કામગીરી પર હતાં.તે દરમિયાન બાતમી મળી કે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિરમાં ચોરી કરી ૧૩ વર્ષથી નાસતો ફરતો આરોપી સીંગલીયા ચંદનસિંહ ઉર્ફે મંગલસિંહ બીલવાલ રહે. અગેરા (એમ.પી) વાળો હાલ મધ્યપ્રદેશ ખાતે તેના રહેણાંક મકાને છે. તે બાતમીના આધારે સ્ટાફની ટીમ મધ્યપ્રદેશ ખાતે મોકલી આરોપીને તેના અગેરા ગામ જામખોદરા ફલીયુ તેના રહેણાંક મકાન ખાતેથી પકડી આગળની કાર્યવાહી માટે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા,પોલીસ ઇન્સ્પેકટર વી.એન.પરમાર,પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ, એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો જોડાયા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!