મોરબી : મોરબી તાલુકા અને માળીયા(મી) માંથી બે દેશી હાથબનાવટની લોખંડની મેગ્ઝન વાળી પીસ્તોલ નંગ-૦૨ કિ.રૂ. ૨૦,૦૦૦ ના મુદામાલ સાથે બે અલગ અલગ આર્મ્સ એકટના કેસો શોધી કાઢી બે આરોપીને મોરબી એલસીબીએ પકડી પાડેલ હતા.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ સંદિપસિંહએ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીને અગામી મહોરમ, રક્ષાબંધન તથા જન્માષ્ટમી તહેવાર મોરબી જીલ્લામાં શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે સારૂ જિલ્લમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી વધુ સારી રીતે જળવાય તે માટે જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ એલસીબી પીઆઈ એમ.આર.ગોઢાણીયાને આ બાબતે જરૂરી સુચના કરતા તેમના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ એન.બી.ડાભી તથા એન.એચ.ચુડાસમા પોસબ.ઇન્સ.એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના માણસો જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો ઉપર વોચ રાખી ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવાની કામગીરી કરવા પ્રયત્નશીલ હતાં. તે દરમ્યાન એલસીબી સ્ટાફને મળેલ ખાનગી બાતમીને આધારે મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ લક્ષ્મીનગર ગામ સામે ભાગ્યલક્ષ્મી હોટલ પાસે જાહેર રોડ ઉપરથી નરસીગ ઉર્ફે નારણ ઇડુસીંગ દરીયાસીંગ ચૌહાણ (ઉવ-૩૫ ધંધો-મજુરી રહે.જળઆંબલી ગામ, આંબલી ફળીયુ તા.ટાંડા જી.ધાર મધ્યપ્રદેશ હાલ લક્ષ્મીનગર તા.જી. મોરબી) વાળાને દેશી હાથબનાવટની લોખંડની મેગ્ઝન વાળી પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- સાથે પકડી પાડેલ છે. તેમજ માળીયા મિ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ફારૂકભાઇ નુરઅલી આમદભાઇ મોવર (રહે. માળીયા મિ. સંઘના પેટ્રોલપંપ પાસે) વાળો ગેરકાયદેસર રીતે હથિયાર ધારણ કરી જાહેરમાં આટાફેરા મારતો હોય જે અન્વયે માળીયા મિ. સંધના પેટ્રોલપંપ પાસે જાહેરરોડ ઉપરથી આરોપી ફારુકને દેશી હાથબનાવટની લોખંડની મેન્જીન વાળી પીસ્તોલ નંગ-૦૧ નંગ-૦૧ કિ.રૂ. ૧૦,૦૦૦/- સાથે પકડી પાડેલ હતો
મોરબી તાલુકા તથા માળીયા મિ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ બન્ને આરોપીઓ વિરૂધ્ધ ગેરકાયદસર હથિયાર રાખવા બદલ આર્મ્સ એકટ હેઠળ ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં એલસીબી પીઆઈ એમ.આર.ગોઢાણીયા તથા PSI, એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલો સ્કવોડ, ટેકનીકટીમ, તથા AHTU મોરબી સ્ટાફના માણસો જોડાયેલ હતા.









