Sunday, October 13, 2024
HomeGujaratવાંકાનેરના કોઠારીયા ગામે ખુલ્લા પ્લોટમાં પાર્ક કારેલ એસેન્ટ કારમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો...

વાંકાનેરના કોઠારીયા ગામે ખુલ્લા પ્લોટમાં પાર્ક કારેલ એસેન્ટ કારમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડતી એલસીબી

એલસીબી પોલીસે દારૂ-બિયરનો ૧.૧૧ લાખનો જથ્થો, એસેન્ટ કાર સહિત ૫.૧૧લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે એલસીબી પોલીસે દરોડો પાડી કાળા કુવાની સામે ખુલ્લા પ્લોટમાં પાર્ક કારેલ એસેન્ટ કારમાંથી દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. બીજીબાજુ વિદેશી દારૂનો કાળો કારોબાર ચલાવી રહેલ આરોપી દરોડા દરમિયાન સ્થળ ઉપર હાજર મળી ન આવતા તેને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડી ઓળવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા પૃથ્વીરાજસિંહ એસેન્ટ કારમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમીને આધારે મોરબી એલસીબી પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. ત્યારે પોલીસે કાળા કુવાની સામે આવેલ શેરીમાં ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ એસેન્ટ કાર રજી. જીજે-૩૬-એલ-૮૨૬૯ માંથી વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ ૨૬૪ કિ.રૂ.૧.૦૧લાખ તથા બિયરના ટીન નંગ ૯૬ કિ.રૂ.૯,૬૦૦/- નો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં પોલીસે સ્થળ ઉપરથી દારૂ બિયર નો જથ્થો તથા એસેન્ટ કાર સહિત કુલ કિ.રૂ. ૫,૧૧,૪૨૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે આરોપી પ્રુથ્વીરાજસિંહ નરેંદ્રસિંહ ઝાલા રહે.કોઠારીયા પ્લોટ વિસ્તાર તા.વાંકાનેરવાળો એલસીબી પોલીસના દરોડામાં હાજર મળી આવેલ ન હોય જેથી તેની તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!