મોરબી ક્રાઈમ બ્રાન્ચે મોરબીના ચરાડવા મહાકાળી આશ્રમ, સુરેંદ્રનગર જિલ્લાના ધાંગધ્રા તેમજ વસ્તડી મેલડી માતાજીના મંદીરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીને પકડી પાડ્યા છે. પોલીસે ત્રણ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલી ચાર આરોપીને રોકડા રૂપીયા, ચોરીમાં ગયેલ દાનપેટીની રકમ, સોના તેમજ ધાતુના દાગીના સહીત કુલ કિંમત રૂ. ૨,૯૧,૦૦૫/- ના મુદામાલ સાથે પકડી બે અનડીટેક્ટ મંદિર ચોરીઓનો ગુન્હો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના હળવદ ના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં મંદિરોમાં થયેલ ચોરીઓ અંગેની તપાસ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી કે હળવદ ફુલ જોગણી મેલડી માતાના મંદિરની બાજુમાં આવેલ ક્રિષ્નાપાર્કની સામે ખરાબામાં આવેલ મહેશ દેવીપુજકના ઝુપડામાં ચાર ઇસમો મહેશ, પ્રતાપ, ચેતન દેવીપુજક અને પરબત ભરવાડ નામનાં ચારેય ઇસમોએ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં મંદીરમાંથી ચોરી કરી છે. જે બાતમીનાં આધારે પંચો સાથે તેના ઝુપડામાં તપાસ કરતા ચાર ઇસમો ચોરીના મુદામાલ રોકડા રૂપીયા, દાગીના સાથે મળી આવ્યા હતા. જે ચારેય આરોપી મહેશભાઈ ધધાણીયા, પરબતભાઈ સરૈયા, પ્રતાપભાઈ ત્રિભોવનભાઈ ઉર્ફે તભાભાઈ દેવીપૂજક અને ચેતનભાઈ ઉર્ફે ચેટલો પરબત ઉર્ફે પ્રભાત જાગરિયાની યુક્તિ પ્રયુક્તીથી વિષેશ પુછપરછ કરતા પોતે ચારેય મળી હળવદ વિસ્તારમાં ચરાડવા નજીક આવેલ મહાકાળી આશ્રમ ખાતે, સુરેંદ્રનગર જિલ્લાના ધાંગધ્રા સીટીમાં નદીના કાંઠે આવેલ મસાણની મેલડી માતાજીના મંદીરમાં તેમજ વસ્તડી ખાતે આવેલ સામાકાંઠા વાળા મેલડી માતાજીના મંદીરમાં આશરે દશેક દિવસના પહેલા રાત્રીના સમયે અલગ-અલગ વાહનોમાં જઇ મંદીરમાં પ્રવેશી મંદીરમાં રહેલ દાન પેટીમાંથી રોકડા રૂપીયા, માતાજીને ચડાવેલ સોના અને ધાતુના દાગીનાઓની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. જેમની પાસેથી રોકડા રૂ. ૪૫,૫૦૫, ખોટી ધાતુના હાર ૧૦૦૦, સોનાની નથળી ૪૪,૫૦૦ ફોર્ડ ફિગો ગાડી કિંમત ૨,૦૦,૦૦૦ મળી કુલ ૨,૯૧,૦૦૫ ના મુદામાલ કબ્જે કરી ચારેય આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવ્યા છે.. જે આરોપીઓ દેવદર્શન કરવા મંદિર જઈ રેકી કરી મોડી રાત્રીના સમયે કોઈ સાધન વડે મંદિરમાં રાખવામાં આવતી દાનપેટી, સોનાના દાગીના કે ધાતુના દાગીના ચોરી કરવાની ટેવ ધરાવે છે…ત્યારે મોરબીએ પ્રજાને સંદેશો આપતાં જણાવ્યું છે કે દેવ સ્થાન કે મંદિરમાં રાખેલ ઘરેણાં રાત્રીના સમયે ઉતારી લેવા કે દાન પેટી રોકડ રકમ રોજ કાઢી સુરક્ષિત જગ્યાએ રાખવા અને સિક્યુરિટી કે સીસીટીવી કેમેરા રાખવા અનુરોધ કરાયો છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પેરોલ ફર્લો સ્ક્વોડ પીઆઇ વી.એન.પરમાર તેમજ એલસીબી પીએસઆઇ બી. ડી.ભટ્ટ તેમજ એલ.સી.બી. પેરોલ ફર્લો પોલીસ સ્ટાફ જોડાયો હતો.