મોરબી ક્રાઇમ બ્રાન્ચે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ બે મોટરસાઇકલ ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.અને ચોરાયેલ મોટરસાઈકલ સાથે એક શખ્સને મચ્છુ નદીના બેઠા પુલ પાસેથી પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોરબી મચ્છુ નદીના બેઠા પુલ પાસે આવેલ ખાખરેચી દરવાજા પાસે મુસ્તાક અબ્દુલભાઇ ચાનીયા નામનાં ઇસમ અને તેની પાસે રહેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ સાથે દેખીતી રીતે શંકાસ્પદ થતા ઈસમ પાસે મળી આવેલ સ્પ્લેન્ડર મોટર સાયકલ બાબતે મુસ્તાકની પુછપરછ કરતા મુસ્તાકે આ મોટર સાયકલ તથા બીજુ એક ડ્રીમયુગા મોટર સાયકલ મોરબી શહેરમાંથી ચોરેલ હોય અને બન્ને મોટર સાયકલ તેની પાસે હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપીની અટકાયત કરી છે, અને તેની પાસે રહેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ તથા બીજુ ચોરેલ મોટર સાયકલ ડ્રીમ યુગા મોટર સાયકલ બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ બન્ને મોટરસાઈકલ મોરબી સીટી એ ડીવી વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનુ જાણવા મળ્યું હતું. જે બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરી અંગેના ગુન્હોઓ રજીસ્ટર થયેલ હોવાનું પણ સામે આવ્યું હતું.જેથી મુસ્તાક પાસેથી મળી આવેલ બન્ને મોટરસાઈકલ ચોરીના ગુનામાં મુદામાલ તરીકે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.