રાજ્યનાં ડીજીપી દ્વારા આગામી ૩૧ ડીસેમ્બર અનુસંધાને ગુજરાત રાજયમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ અંકુશમાં લેવા સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોરબી નવલખી રોડ, શ્રધ્ધાપાર્ક સોસાયટીમાં પડતર બંધ મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા અનુસંધાને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.પી. પંડયાને ખાનગી રાહે હકિકત મળેલ કે, અંકિત અરૂણભાઇ રાઠોડ (રહે. મોરબી-ર નવલખીરોડ, શ્રધ્ધાપાર્ક, શેરી નં.૦૪)એ તેના મકાનની એક મકાન છોડી છેલ્લે આવેલ બંધ પડતર મકાનમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા સ્થળ પરથી બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની ૩૬ બોટલોનો રૂ.૩૫૨૪૪/-, રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વની ૭૫૦ એમ.એલ.ની ૨ બોટલોનો રૂ. ૧૩૭૨/-, ગ્રીનલેબલ ધ રીય વ્હીસ્કીની ૩૭૫ એમ.એલ.ની ૧૬૮ બોટલોનો રૂ.૨૯૨૩૨/-, રોયલ ચેલેન્જ પ્રીમીયમ ડીલક્ષ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની ૧૯૨ બોટલોનો રૂ.૩૨૬૪૦/- તથા રોયલ ચેલેન્જ અમેરીકન પ્રાઇડ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ની. ૩૩૬ બોટલોનો રૂ.૫૭૧૨૦/- મળી કુલ નાની મોટી ૭૩૪ બોટલોનો રૂ.૧,૫૫,૬૦૮/- નો મુદામાલ મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.