Sunday, September 29, 2024
HomeGujaratરાજકોટમાં વિદેશી દારૂના કટિંગ પૂર્વે જ એલસીબીનો દરોડો:૨૭.૯૭ લાખના મુદ્દામાલ સાથે બે...

રાજકોટમાં વિદેશી દારૂના કટિંગ પૂર્વે જ એલસીબીનો દરોડો:૨૭.૯૭ લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અન્વયે આદર્શ આચાર સંહિતા અમલમાં હોય અને આગામી લોકસભાની ચુંટણીની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય તેમજ આગામી ચુંટણીની સંવેદનશીલતાને લક્ષ્યમાં રાખી ચુંટણીને પ્રભાવિત કરી શકે તેવા બુટલોગરો ઉપર વોચ રાખી, રેઇડો કરવા અને પ્રોહીબીશન-જુગારની ગેર-કાયદેસર પ્રવૃતી સંદતર નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રયત્નશીલ હોય દરમિયાન તેમના દ્વારા લીલી સાજડીયાળી સીમ વિસ્તારમાં રાત્રીના સમયે ઘઉંના જથ્થાની આડમાં ચાલી રહેલ મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાના કટીંગ પર દરોડો પાડી વાહનો તથા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

 

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને મળેલ ચોક્કસ હકીકતનાં આધારે રાજકોટ શહેર, લીલી સાજડીયાળી ગામની આલાસર સીમ તરીકે ઓળખાતા ખરાબા વિસ્તારમાં રાત્રીના સમયે ઘઉંના જથ્થાની આડમાં ચાલી રહેલ ગેર કાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાના કટીંગ પર દરોડો પાડી ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાન્ડનો ગેરકાયદેસર વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો રૂ.૧૪,૧૪,૮૬૦/- તથા ૩ વાહનોનો રૂ.૧૨,૨૫,૦૦૦/- તથા ૨ મોબાઇલ ફોનની રૂ. ૧૭,૦૦૦/- તથા ૯૦ ઘઉંના બાચકાઓ રૂ. ૧,૪૧,૧૨૦/- તથા બનાવટી બીલ્ટી/ઇનવોઇસ બીલ તથા ઇ-વે બીલના કાગળો મળી કુલ રૂ. ૨૭,૯૭,૯૮૦/- ના મુદ્દામાલ સાથે પરસોતમ પરબતભાઇ મકવાણા તથા પ્રકાશ ડાયાભાઇ રાઠોડ નામના આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે તપાસમાં લાખાભાઇ સંગ્રામભાઇ ઘીયડ (રહે- લીલી સાજડીયાળી ગામ, તા.જી. રાજકોટ) સહીત દારૂનો જથ્થો મોકલનાર ઇસમ, ટાટા કંપનીના GJ-25-T-9837નાં ટ્રકનાં ચાલક, GJ-01-RU-5644 નંબરની સ્વીફ્ટ ડીઝાયર ફોર વ્હિલ કારનાં ચાલક તથા GJ-03-FE-5327 નંબરની મોટરસાઈકલનાં ચાલકની સંડોવણી ખુલતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!