મોરબી ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે મોરબી તાલુકાના વનાળીયા ગામે વાડીની ઓરડી ખાતે રેઇડ કરી જુગાર રમતા ૫ ઇસમોને રોકડા રૂપિયા ૩૪,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગારનો કેસ શોધી કાઢ્યો છે.
મળતી માહિતી અનુસાર, અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ તરફથી સમગ્ર રાજકોટ રેન્જમાં પ્રોહીબિશન જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા સૂચના અપાઇ હતી. જે અંગે અસરકારક કામગીરી કરવા રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબી જીલ્લાએ એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને સુચના આપતા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ વી.એન.પરમાર પોલીસ ઇન્સપેકટર પેરોલ ફર્લો સ્કોડ મોરબી, બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી, એલ.સી.બી,પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશિલ હતા. તે દરમ્યાન એલ.સી.બી. મોરબીના HC જયસુખભાઇ વસીયાણી, જયેશભાઇ વાઘેલા, PC આશીફભાઇ ચાણકીયાને સયુક્તમાં બાતમી મળી કે, અભરામભાઈ મુસાભાઇ લુઢર રહે વનાળીયા મોરબી તાલુકા વાળો જે વનાળીયા ગામના ગણેશભાઇ ગંગારામભાઇ દેકાવાડીયા વાળાની વનાળીયા ગામે ઉંડો માર્ગ તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડી વાવે છે. અને તે વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગેર કાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે મોરબી તાલુકાના વનાળીયા ગામે આવેલ ઉંડા માર્ગ તરીકે ઓળખાતી આરોપીના કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં રેઇડ કરી ૫ ઇસમો અભરામભાઇ મુસાભાઇ લુઢર, યુનીસભાઇ હાજીભાઇ કાળા, પ્રગ્નેશભાઇ ગોવીંદભાઇ પરમાર, મગનભાઇ ભુરાભાઇ વિરસોડીયા અને ભરતભાઈ પરબતભાઇ અમૃતીયાને રોકડ રૂ.૩૪,૨૦૦/- નો મુદામાલ સાથે પકડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ-૪,૫ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જેમાં એમ.પી.પંડયા, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો મોરબી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ, એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.