Sunday, August 16, 2026
HomeGujaratમોરબીમાં શનાળા રોડ પર ઓફિસમાં ચાલતા જુગારધામ પર LCBનો દરોડો,આઠ શખ્સો ઝડપાયા

મોરબીમાં શનાળા રોડ પર ઓફિસમાં ચાલતા જુગારધામ પર LCBનો દરોડો,આઠ શખ્સો ઝડપાયા

મોરબીમાં પ્રોહિબિશન-જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. LCB મોરબીની ટીમે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કાયમોલની બાજુમાં આવેલા વિરાટ-2 કોમ્પ્લેક્ષના પ્રથમ માળે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા કુલ 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબીને બાતમી મળી હતી કે શનાળા રોડ પર સ્કાય મોલ પાસે આવેલ વિરાટ-2 કોમ્પ્લેક્ષની ઓફિસમાં બહારથી માણસો બોલાવી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. મળેલી બાતમીના આધારે LCB/પેરોલ ફ્લો સ્કવોડે સ્થળ પર દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન પોલીસે આઠ આરોપીઓ સુપ્રિત ત્રિભુવનભાઇ સવસાણી, નિસીતભાઇ ધર્મેન્દ્રભાઇ રાજપરા, અક્ષયભાઇ જયંતીભાઇ વડસોલા, ભાવેશભાઇ રમેશભાઇ અગોલા, હાર્દિકભાઇ કાંતિભાઇ સંઘાણી, યશભાઇ રમેશભાઇ કાજીંયા, સંદીપભાઇ દિનેશભાઇ લોરીયા, કપિલભાઇ નરસીભાઇ ધુમલિયાની અટકાયત કરી કાર્યવાહી કરી છે.આ દરોડામાં પોલીસ દ્વારા 52 ગંજીપત્તા, રોકડ રૂ.2.70 લાખ અને 8 મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 3.45 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

આ કામગીરી LCB મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તથા LCB/પેરોલ ફ્લો સ્કવોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!