Thursday, October 31, 2024
HomeGujaratમોરબીની પ્રભુકૃપા ટાઉનશીપમાં ચાલતા જુગારના અખાડા પર એલ.સી.બી.ની રેઈડ : ૯ ઝડપાયા

મોરબીની પ્રભુકૃપા ટાઉનશીપમાં ચાલતા જુગારના અખાડા પર એલ.સી.બી.ની રેઈડ : ૯ ઝડપાયા

મોરબીમાં જુગારીઓ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે મોરબી એલ.સી.બી.એ પ્રભુકૃપા ટાઉનશીપ ફોરસ્કવેર – ૧ એપાર્ટમેન્માં ફલેટ ન.૧૦૪ માં રેઈડ કરી જુગારધામમાં જુગાર રમતા ૯ સ્ત્રી-પુરુષોને પકડી પાડ્યા હતા. અને તમામ વિરુદ્ધ જુગારધારા કલમ ૪-૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ની ટીમે ગઈકાલે બાતમીનાં આધારે પ્રદિપ દશરથભાઇ પટેલ દ્વારા બહારથી લોકોને બોલાવી પોતાના પ્રભુકૃપા ટાઉનશીપ ફોરસ્કવેર – ૧ એપાર્ટમેન્માં ફલેટ ન.૧૦૪ માં ચલાવવામાં આવતા જુગારનાં અખાડા પર રેઈડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી જુગાર રમતા પ્રદિપ દશરથભાઇ પટેલ, અંકિત દશરથભાઇ પટેલ, નિજામભાઇ કરીમભાઇ જેડા, નિલેષ મનસુખભાઇ વાડોલીયા, ભીખુભાઇ વનરાવનભાઇ ઠકરાર, નુતનબેન નવીનભાઇ વાઢારા, સંગીતાબેન અજયભાઇ સોલંકી, ચેતનાબેન નવીનભાઇ તથા સોનલબેન હિતેષભાઇ નાગહ નામના પત્તાપ્રેમીઓને રોકડ રૂ.૮૪,૫૦૦/- તથા રૂ.૨૦,૦૦૦/-ની કિંમતનાં ચાર મોબાઈલ મળી કુલ રૂ.૧,૦૪,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!