Saturday, January 3, 2026
HomeGujaratમોરબીના માનસર ગામે જુગારની મીની ક્લબ પર એલસીબીનો દરોડો, ૭ શખ્સો ઝડપાયા

મોરબીના માનસર ગામે જુગારની મીની ક્લબ પર એલસીબીનો દરોડો, ૭ શખ્સો ઝડપાયા

વાડીમાં બનાવેલા પ્લાસ્ટિકના તંબુમાં ગંજીપત્તા પાના વડે ચાલતો હતો તીનપત્તીનો જુગાર, રૂ.૨૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં જુગારની મીની ક્લબ ચલાવવામાં આવતી હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો પાડી ૭ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. દરોડા દરમિયાન રોકડા રૂ.૯.૦૬ લાખ, બે વાહન સહિત કુલ રૂ.૨૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. રેઇડ દરમિયાન પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી, મોરબી ક્રાઇમ બ્રાંચે આગળની તપાસ ચલાવી છે.

મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા પેરોલ-ફર્લો સ્કવોડ ટીમે માનસર ગામની સીમમાં માનસરથી નારણકા ગામ તરફ જતાં જુના કાચા માર્ગ પર આવેલ એક વાડીમાં દરોડો પાડ્યો હતો. આ વાડીમાં વાડી-માલીક આરોપી મનસુખભાઈ બાબુભાઈ જીલરીયા પ્લાસ્ટિકના તંબુમાં બહારથી લોકોને બોલાવી નાલ ઉઘરાવી ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમાડવામાં આવતો હતો. દરોડા દરમિયાન પોલીસે આરોપી (૧)મનસુખભાઈ બાબુભાઈ જીલરીયા ઉવ.૪૪ રહે.નાની વાવડી ભક્તિ સોસાયટી શેરી નંબર-૨ મૂળ ગામ ફડસર તા.જી.મોરબી, (૨)રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા ઉવ.૪૫ રહે.મહેન્દ્રનગર સિદ્ધિવિનાયક ટાઉનશીપ બ્લોક નંબર ૨૦૩ ગજાનંદ એપાર્ટમેન્ટ મોરબી, મૂળ રહે.સરવડ તા.માળીયા(મી), (૩)માનસિંગભાઈ દેવાભાઈ સોમાણી ઉવ.૫૫ રહે.વવાણીયા તા. માળીયા(મી), (૪)ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા ઉવ.૩૬ રહે.મહેન્દ્રનગર ગામ પ્રભુ કૃપા રેસીડેન્સી સતનામ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૧ મૂળ ગામ માનસર તા.જી.મોરબી, (૫)રાજેશભાઈ મકનભાઈ મહાલિયા ઉવ.૩૪ રહે.વર્ષામેડી તા.માળીયા(મી), (૬)વિવેક વિનોદભાઈ ગોસ્વામી જાતે બાવાજી ઉવ.૩૨ રહે.મોટાદહીંસરા તા.માળીયા(મી) તથા (૭)નયનભાઈ પરસોત્તમભાઈ સનિયારા ઉવ.૩૨ રહે.પ્રભુ કૃપા ટાઉનશિપ ફોર સ્ક્વેર એપાર્ટમેન્ટ ત્રણ ૭૦૪ મહેન્દ્રનગર મોરબી ૨ મૂળ ગામ બહીસાબગઢ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને રોકડા રૂ.૯,૦૬,૫૦૦/-, એક સ્કોર્પિયો કાર રજી.નં.જીજે-૦૩-પીએ-૬૬૧૨ તથા એક ટાટા પંચ કાર રજી.નં. જીજે-૩૬-એએલ-૩૨૭૫સહિત કુલ રૂ.૨૪,૦૬,૫૦૦/- ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!