Friday, December 27, 2024
HomeGujaratહળવદના જુના ધનાળા ગામે રહેણાંકમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબી ત્રાટકી:આઠ પત્તાપ્રેમીઓની અટકાયત

હળવદના જુના ધનાળા ગામે રહેણાંકમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબી ત્રાટકી:આઠ પત્તાપ્રેમીઓની અટકાયત

પોલીસના દરોડા દરમિયાન એક જુગારી નાસી જવામાં સફળ થયો હાલ તેની શોધખોળ શરૂ કરાઇ

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પોલીસ ટીમે હળવદ તાલુકાના જુના ધનાળા ગામમાં આવેલ રહેણાંક મકાનમાંથી જુગાર રમતા આઠ ઇસમોને રોકડા રૂપિયા તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧.૮૨ લાખના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ મથકમાં સોંપી આપેલ છે. જ્યારે દરોડા દરમિયાન એક ઈસમ સ્થળ ઉપરથી નાસી જતા કુલ ૯ આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવી નાસી ગયેલ આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળેલ કે હળવદ તાલુકાના જુના ધનાળા ગામે ઋષિરાજસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં અમુક શખ્સો રૂપિયાની લેતી દેતી કરી જુગાર રમતા હોય જેથી તુરંત જુના ધનાળા ગામે રહેણાંક મકાને દરોડો પાડતા ત્યાં ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા, પ્રવિણભાઇ ઉર્ફે પવો ગાંડાભાઇ ચાવડા, કિરણભાઇ જીલુભાઇ ઝીંઝુવાડીયા, બાબુલાલ ગોવિંદભાઇ રાઠોડ ગોપાલસિંહ જીતુભા જાડેજા પાંચેય રહે.જુના ધનાળા ગામ તા.હળવદ, ચંદ્રકાંતભાઇ દેવજીભાઇ અઘારા રહે.ઇશ્વરનગર ગામ તા.હળવદ, અજીતભાઇ સોમાભાઇ ગોહિલ રહે.ગોરી દરવાજે હળવદ તથા હિરજીભાઇ ઉર્ફે હિરાભાઇ લક્ષમણભાઇ સરાવાડીયા રહે. ઇશ્વરનગર ગામવાળાને રોકડા રૂપીયા ૧,૪૬,૬૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૮૨,૧૦૦/- સાથે પકડી લેવામાં આવ્યા છે. એલસીબીના દરોડા દરમિયાન એક આરોપી મહેમુદ ઉર્ફે રેવુ ઉર્ફે રેવડી નથુભાઇ સિપાઇ રહે. સિપાઇ વાસ ગોરી દરવાજા હળવદવાળો ભાગી છૂટયો હતો. હાલ કુલ ૯ આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!