રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ સૂચના આપતા તે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા માળીયા મચ્છુ નદીના પુલ પાસે રોડ ઉપરથી I-20 ગાડીમાંથી ઇંગ્લીંશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ગઈકાલે નાઇટ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન તેઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, કચ્છ તરફથી એક ગ્રે કલરની GJ-36-8-8119 નંબરની હુન્ડાઇ I-20 ગાડીમાં પરપ્રાંતમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી માળીયા મિંયાણા તરફ આવનાર છે. જે ચોકકસ હકીકત મળેલ હોય જેની જાણ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસોને કરતા તેઓ દ્વારા હકિકત વાળી ગાડીનો પીછો કરતા ગાડી ચાલક પોતાની ગાડી માળીયા મિંયાણા નજીક આવેલ મચ્છુ નદીના પુલ પાસે રેઢી મુકી નાશી ભાગી ગયેલ જે ગાડીમાંથી રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૩૨૧ બોટલોનો રૂ. ૨,૨૦,૨૦૬/- તથા હુન્ડાઇ I-20 ગાડી જેની કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૨૦,૨૦૬/- નો મુદામાલ મળી આવતા માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી મોરબી એલ.સી.બી.ના PI એમ.પી.પંડયા તથા PSI .એસ.આઇ.પટેલ, વી.એન.પરમાર તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના માણસો દ્વારા કરવામાં આવી હતી.