મોરબી એલસીબી ટીમ દ્વારા હળવદના મયુર નગર ગામે આવેલ વાડીની ઓરડીમાં દરોડો પાડીને અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીન નો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ વાડી માલિકની શોધખોળ શરૂ કરી છે.
મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલ ભાનુભાઇ ઉર્ફે કાળુભાઇ ચંદુભાઈ ડાંગર એ પોતાની વાડીમાં આવેલ ઓરડીમાં દારૂ બિયરનો જથ્થો છૂપાવી રાખેલ છે જેને આધારે એલીસિબી ટીમે ઓરડી માં દરોડો પાડીને ચેક કરતા અલગ અલગ બ્રાન્ડ ની કુલ ૯૩૮ બોટલ વિદેશી દારૂ તેમજ ૨૬૪ ટીન બીયરના મળી આવ્યા હતા જેની કીમત કુલ રૂપિયા ૭,૯૧,૪૪૬ નો મુદ્દામાલ કબ્જે કરી વાડીના માલિક ભાનુભાઇ ઉર્ફે કાળુભાઇ ચંદુભાઈ ડાંગર (રહે.મયુરનગર,તા.હળવદ)વિરૂદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવી ને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઈ એમ.પી.પંડ્યા,પીએસઆઈ બી. ડી.ભટ્ટ, એસ.આઇ પટેલ,વી.એન પરમાર તેમજ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જોડાઈ હતી.