Tuesday, April 29, 2025
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી નજીક વિદેશી દારૂના ૬૭.૬૯ લાખના જંગી જથ્થા સાથે ટ્રક પકડી...

વાંકાનેર બાઉન્ડ્રી નજીક વિદેશી દારૂના ૬૭.૬૯ લાખના જંગી જથ્થા સાથે ટ્રક પકડી લેતી એલસીબી

વિદેશી દારૂની નાની-મોટી ૧૪,૦૪૦ બોટલ, ટ્રક, રોકડ, મોબાઇલ સહિત ૧ કરોડથી વધુનો મુદામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટ્રક ટ્રેઇલરમાં પંજાબ રાજ્યના ભટીંડાથી ગુજરાત રાજ્યમાં મગફળીની ભુંસાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશદારૂનો જંગી જથ્થો બોટલો નંગ-૧૪૦૪૦ કિ.રૂ.૬૭.૬૯ લાખ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧.૦૨ કરોડના મુદામાલ સાથે ટ્રક ચાલકને મોરબી એલસીબી ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો છે, આ સાથે માલ મોકલનાર અને મંગાવનાર આરોપીઓને ફરાર દર્શાવી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પકડાયેલ આરોપી તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

વાંકાનેર બાઉન્ડ્રી પુલ પાસેથી મોરબી ક્રાઇમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક ટ્રક-ટ્રેઇલર ઝડપી લેવામાં આવ્યો છે. જેમાં એલ.સી.બી. ટીમના એએસઆઇ સુરેશભાઇ હુંબલ, વિક્રમભાઇ ફુગશીયા તથા આશીફભાઇ ચાણકીયાનાઓને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી એક ટાટા ટ્રક ટ્રેઇલર નં. આરજે-૧૪-જીજી-૫૨૦૫ રાજકોટ તરફ જનાર છે. જે ટ્રેઇલરમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી હકિકતના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ટોલપ્લાઝા પાસે આવેલ પોલીસ ચોકી સામે રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન બાતમી મુજબનું ટ્રક-ટ્રેઇલર નીકળતા તેને રોકી તેની તલાસી લેતા, તેમાં મગફળીના ભુસ્સાની ભરેલ બોરીઓની નીચે છુપાઈ રાખેલ ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડની નાની-મોટી ૧૪,૦૪૦ નંગ બોટલ કિ.રૂ.૬૭,૬૯,૯૨૦/- સાથે ટ્રક-ટ્રેઇલર ચાલક આરોપી સતારામ ફૂશારામ જેશારામજી ખોથ રહે.જાયડુ ગામ તા.રામસર જી.બાડમેર રાજસ્થાનની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી, જ્યારે ટ્રક ટ્રેઇલર અને વિદેશી દારૂનો માલ મોકલનાર આરોપી કિશોર સારણ રહે ખડીર ગામ તા.રામસર જી.બાડમેર રાજસ્થાન વાળાના નામ ની કબુલાત આપતા, પોલીસે પકડાયેલ આરોપી તથા માલ મોકલનાર તેમજ માલ મંગાવનાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી ચલાવી છે, હાલ પોલીસે ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની નાની મોટી કુલ ૧૪,૦૪૦ બોટલો કિ.રૂ. ૬૭,૬૯,૯૨૦/-, ૨ મોબાઈલ ફોન રૂ. ૫,૫૦૦/-, રોકડ રૂ. ૨,૫૦૦/-, ટ્રક ટ્રેલર કિં.રૂ. ૩૫ લાખ સહિત કુલ રૂ. ૧,૦૨,૭૭,૯૨૦/-નો મુદામાલ જપ્ત કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!