Thursday, December 26, 2024
HomeNewsHalvadહળવદમાં ખનિજચોરો પર એલસીબીનો સપાટો : પાંચ હીટાચી મશીન સહિત એક કરોડના...

હળવદમાં ખનિજચોરો પર એલસીબીનો સપાટો : પાંચ હીટાચી મશીન સહિત એક કરોડના મુદામાલ સાથે પાંચને પકડી પાડ્યા

હળવદની બ્રાહ્મણી નદી ખનીજ ચોરો માટે પીઠું ગણવામાં આવે છે ત્યારે મોરબી એલસીબીએ આજે દોરોડા પાડી એક કરોડના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ની ધરપકડ કરી : આજુબાજુના ગ્રામજનોએ અનેક વખત કરી છે રજૂઆતો

- Advertisement -
- Advertisement -

મોરબી એસપી એસ આર ઓડેદરા ,ડીવાયએસપી રાધિકા ભારાઈ ની સૂચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજા સહિતની ટીમે આજે સવારથી જ હળવદ વિસ્તારમાં ખનીજ ચોરી કરતા માફિયાઓ પર તરાપ મારી છે જેમાં હળવદના ટિકર ગામે બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા ખનીજ ચોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ટિકર નજીક આવેલી બ્રાહ્મણી નદીમાં હિટાચી મશીનો મૂકી સ્થાનિક પોલીસ તંત્ર અને ખનીજ વિભાગ ની મીઠી નજર હેઠળ વર્ષોથી ખનીજ મફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેમા માતેલા સાંઢ ની જેમ રેતી ચોરી કરતા ડમ્પરોએ એનેક લોકોને હડફેટે લીધા ના બનાવો પણ બન્યા છે ત્યારે આ મામલે ટિકર, મીયાણી સહિતના ગ્રામજનો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે જો કે આજે અચાનક જ મોરબી એલસીબીએ હળવદ બ્રાહ્મણી નદીમાં દરોડા પાડી અને પાંચ હિટાચી મશીન સાથે વિશાલ ગુલાબ યાદવ રહે.બબીનાઝાંસી જી.ઝાંસી યુપી, પવન લૂંટન યાદવ રહે.ઉલલે જી.બાક બિહાર,સંતોષકુમાર રામસતેશ્વર માજી રહે.સરસા જી.સિવાન બિહાર અને બીજેન્દ્ર કુમાર રાજમઢ વિશ્વકર્મા રહે.રિવા તા.સીરાવલ જી.સિધ્ધિ એમપી સહિતના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી અને એક કરોડથી વધુના મુદામાલ સાથે ધરપકડ કરી છે ત્યાંરે એક પણ ડમ્પર કે ટ્રક પોલીસનના હાથે આવેલ નથી ત્યારે હાલ એલસીબી પોલીસે તમામ મુદામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી હળવદ પોલીસમથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ખનીજ માફિયાઓ દ્વારા વોટ્સએપ ગ્રુપ ચલાવવામાં આવે છે જેના પરથી જ તંત્રની તમામ માહિતી માફિયાઓ સુધી પહોંચી જાય છે હાલ મોરબી એલસીબી ટીમે કડક કાર્યવાહી કરી એક કોરોડનો મુદામાલ જપ્ત કરી સખત કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓ માં ફફડાટ વ્યાપી ગયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!