રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસી રાહુલ ત્રિપાઠીને મોરબી જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેકટ ગુનઓ શોધી કાઢવા સારૂ એલ.સી.બી. પી.આઇ. ડી.એમ. ઢોલને સુચના કરેલ હોય જે અન્વયે પી.એસ.આઇ. કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમિયાન તેઓએ મોરબીનાં મહેન્દ્રનગર ચોકડી પાસે પટેલ ટાયર હબ નામની દુકાનમાંથી રોકડા રૂ.૩,૩૦,૦૦૦/- ની થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી એક સ્ત્રીની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૨૦/૦૮/૨૦૨૩ ના રોજ મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક પ્રકૃતિ સોસાયટીના ગેઇટ સામે પટેલ ટાયર હબ નામની દુકાનમાં બપોરના સમયે દુકાનમાં કોઇ હાજર ન હોય તે વખતે કોઇ અજાણી સ્ત્રી દુકાનમાં પ્રવેશ કરી દુકાનના ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપિયા ૩,૩૦,૦૦૦/-ની ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતે ફરીયાદી જેનીલભાઇ અશ્વિનભાઇ આદ્રોજા (રહે.મોરબી શનાળા રોડ)એ ગત તા.૨૫/૦૮/૨૩ ના રોજ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ હોય જે ગુન્હામાં સંડોવાયેલ અજાણી સ્ત્રી તથા મુદામાલની શોધખોળ અર્થે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના માણસોને ખાનગી રાહે હકિકત મળેલ કે, સદર ગુન્હાને અજામ આપનાર અજાણી સ્ત્રી સપનાબેન બચુભાઇ ચાડમીયા (રહે. હાલ હરિઓમપાર્ક સોસાયટી સામે, હેલીપેડ પાસે, હળવદ-મોરબી હાઇવેરોડ, ખુલ્લાપટ્ટમાં, મોરબી મુળ રહે. કાલાવાડ, કામનાથપરા તા કાલાવાડ જી. જામનગર) મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ખુલ્લા બગીચામાં બેઠેલ હોય જે બાબતે તપાસ કરતા સપનાબેન ચાડમીયા મુદામાલ સાથે મળી આવતા તેણીની પાસેથી દુકાનમાંથી ચોરી કરેલ રોકડ રૂ.૩,૩૦,૦૦૦/-ની રીકવરી કરી સદર ગુન્હો વણશોધાયેલ હોય જે વણશોધાયેલ ગુન્હો ગણતરીની કલાકોમાં શોધી કાઢી ચોરીમાં ગયેલ તમામ રોકડ રૂ.૩,૩૦,૦૦૦/- રીકવર કરવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળેલ છે. જે અજાણી સ્ત્રી તથા મુદામાલ આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ સોંપેલ છે.









