Wednesday, October 30, 2024
HomeGujaratહળવદના માથક ગામે રહેણાંક મકાનમા એલસીબી ત્રાટકી : દારૂ, બિયારનો જથ્થો જપ્ત

હળવદના માથક ગામે રહેણાંક મકાનમા એલસીબી ત્રાટકી : દારૂ, બિયારનો જથ્થો જપ્ત

હળવદ તાલુકાના માથક ગામે પોલીસે રહેણાંક મકાનમાંથી દરોડો પાડી ઈંગ્લીશ દારૂ, બિયરનો જથ્થો ઝડપી પડ્યો છે. પોલીસે 28 હજારનો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પોલીસે બાતમી આધારે હળવદ તાલુકાના રાજુભાઇ રણછોડભાઇ સરાણિયા (ઉ.વ.૨૧)ના રહેણાંક મકાનમાં દરોડો પાડી મકાનમાં વેચાણ અર્થે સંઘરેલ અંગ્રેજી દારૂની ૪૭ બોટલ કિંમત રૂ.૧૪૧૦૦તથા બિયર ૧૪૪ ટીન કિ.રૂ.૧૪૪૦૦મળી કુલ કિ.રૂ.૨૮૫૦૦નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપી રાજુને દબોચી લીધો હતો.
જેની પૂછપરછમાં દારૂનો જથ્થો મયુર ઉર્ફે મયો અશોકભાઇ બોરાણીયા રહે.માથક તા.હળવદવાળા પાસેથી લિધેલ હોવાનું ખુલતા એલસીબીએ જે બન્ને આરોપીઓ વિરૂધ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ કામગીરીમાં પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા કોન્સ્ટેબલ દસરથસિંહ પરમાર, પેરોલ ફર્લો સ્કવોડ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઇ વામજા સહિતના હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!