Friday, November 15, 2024
HomeGujaratમોરબીના માર્કેટિંગ યાર્ડમાં વિદેશી દારૂના કટીંગ વેળા એલસીબી ત્રાટકી,ત્રણ આરોપી ઝડપાયા એક...

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં વિદેશી દારૂના કટીંગ વેળા એલસીબી ત્રાટકી,ત્રણ આરોપી ઝડપાયા એક ફરાર

વિદેશી દારૂની ૧૦૮ બોટલ, વેગનઆર અને આઈ-૧૦ કાર મળી કુલ ૨,૮૯,૬૪૦/-નો મુદ્દામાલ ઝડપી લેવાયો

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે શનાળા રોડ સ્થિત માર્કેટિંગ યાર્ડમાં રેઇડ કરતા બે કારમાં વિદેશી દારૂની હેર-ફેર કરતા કુલ ત્રણ ઇસમોને પકડી લેવામાં આવ્યા છે જ્યારે એક ઈસમ અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો, જેથી તેને ફરાર દર્શાવી ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ ઉપરથી બે કારમાં રહેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૧૦૮ બોટલ સહિત કુલ રૂ.૨,૮૯,૬૪૦/- મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળેલ કે મોરબી માર્કેટિંગ યાર્ડમાં દુકાનો પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં રાજકોટ શહેરમાં રહેતો ઈસમ અમુક ઈસમો સાથે મળી વાહનોમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હોય જે મુજબની ચોક્કસ બાતમીને આધારે માર્કેટિંગ યાર્ડમાં અંદર રેઇડ કરતા બે ફોર વ્હીલ કારમાં લાઈટના અજવાળે હેરાફેરી કરતા ઇસમોમાં નાસભાગ મચી ગયી હોય ત્યારે એક ઈસમ ભાગી છૂટ્યો હતો. જ્યારે ત્રણ ઇસમોને પકડી લેવામાં આવ્યા હતા.

એલસીબી પોલીસના દરોડા દરમિયાન ત્રણ આરોપીઓ પકડાઈ ગયા હતા જેમાં નઝીરભાઈ રહીમભાઈ સુમરા ઉવ.૩૪ રહે.રાજકોટ-જામનગર રોડ કૃષ્ણ નગર સોસાયટીમાં ભાડેથી મૂળરહે મોરબી-૨ સો ઓરડી, પાંચારામ ઠાકરારામ તેતરવાલ બીશ્ર્નોઈ ઉવ.૩૪ રહે.બીશ્ર્નોઈ કી ઢાણી જી.બાડમેર રાજસ્થાન તથા સમીરભાઈ રફીકભાઈ પલેજા ઉવ.૨૫ રહે.મોરબી કાલિકા પ્લોટ શેરી નં.૬ વાળાને મારુતિ વેગનઆર કાર રજી.નં. જીજે-૧૩-એન-૦૪૫૨ અને હ્યુન્ડાઇ આઈ-૧૦ રજી.નં. જીજે-૦૩-ડીએન-૦૧૬૦ માં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૧૦૮ બોટલ સાથે પકડી લેવામાં આવ્યા છે. જ્યારે એક આરોપી મનીષ પ્રજાપતિ રહે.સુરેન્દ્રનગરવાળો સ્થળ ઉપરથી ભાગી જવામાં સફળ થયો હતો જેથી તેને ફરાર દર્શાવી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

હાલ એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો, બે ફોર વ્હીલ કાર સહિત રૂ.૨,૮૯,૬૪૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી લઈ એક ફરાર આરોપી સહિત કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!