Saturday, January 11, 2025
HomeGujaratમોરબી તાલુકા પોલીસ વિસ્તારમાં એલસીબી ટીમનો દરોડો:કેમિકલ ચોરી કરતા ચાર ઇસમોને ૬૪.૮૨...

મોરબી તાલુકા પોલીસ વિસ્તારમાં એલસીબી ટીમનો દરોડો:કેમિકલ ચોરી કરતા ચાર ઇસમોને ૬૪.૮૨ લાખના જથ્થા સાથે ઝડપી પાડયા

બે નંબરી ધંધાઓ કરવા માટે સુરક્ષિત ગણાતા એવા મોરબી તાલુકા પોલીસ વિસ્તારમાં ફરી એક વખત એલસીબી ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે અને કેમિકલ ચોરી કરતા ચાર ઇસમોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે મોરબી તાલુકા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી ટીમને મળેલ બાતમીના આધારે બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ હોટલ તરફ જવાના રસ્તે સિરામિક યુનિટના પાછળના ભાગે મેદાનમાં રેડ કરી હતી. ત્યારે બે ટેન્કરમાંથી અન્ય વાહનમાં કેમિકલ કાઢતા હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે વાહનોમાંથી કેમિકલ કાઢતા ચાર શખ્સોને પકડ્યા હતા અને તેઓ પાસેથી ત્રણ વાહનો, મોબાઇલ, કેમિકલનો જથ્થો વગેરે મળીને કુલ 64,82,750 નો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસને સોંપ્યા હતા. હવે આગળની તપાસ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમી આધારે તાલુકાના બહાદુરગઢ ગામના પાટિયા પાસે શેર એ પંજાબ હોટલ નજીક કેરોલી એલએલપી યુનિટની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં રેડ કરી હતી ત્યારે ટેન્કરમાંથી કેમિકલ કાઢતા હોય તેવું સામે આવ્યું હતું. જેથી પોલીસે સ્થળ ઉપરથી ટેન્કર વાહન નંબર એમએચ 46 બીબી 6987 તેના ડ્રાઇવર મહેતાબખાન મહંમદગુલશન ખાન (33) રહે. ઉત્તરપ્રદેશના કબજામાંથી રૂપિયા 15 લાખની કિંમતનું ટેન્કર કે જેમાં ફીનોલ નામનું પ્રવાહી કેમિકલ 24,600 લીટર જેની કિંમત રૂપિયા 14,76,000 તથા અન્ય એક ટેન્કર નંબર એમએચ 46 બીબી 7140 ના ચાલક અબ્દુલકમાલખાન જમાલુદ્દીનખાન (38) રહે. ઉત્તરપ્રદેશ વાળાનું ટેન્કર કિંમત રૂપિયા 15 લાખ જેમાં ભરેલ ફીનોલ 24,600 લિટર જેની કિંમત રૂપિયા 14,76,000 થાય છે.

આ બંને ટેન્કરના ઉપરના ઢાંકણાઓ ખોલીને પાઇપ અને પંપ વડે ત્રીજા અન્ય ટાટા યોદ્ધા વાહન નંબર જીજે 36 વી 8652 ના પાછળના ઠાંઠામાં રાખવામાં આવેલા બે બસો લીટરના પતરાના બેરલમાં કેમિકલ ભરતા હોય તથા બે અન્ય બેરલ તથા નાના કેરબાઓ ખાલી જોવામળ્યા હતા. જેથી રૂપિયા પાંચ લાખની કિંમતનું ઉપરોક્ત વાહન અને તેની સાથે સ્થળ ઉપરથી કૌશિક વજુભા હુંબલ (27) રહે. રામપર મોરબી અને હરેશ સાદુર હુંબલ (32) રહે. કુબેરનગર નવલખી રોડ મોરબી વાળાઓની સ્થળ પરથી અટકાયત કરી કુલ 35 લાખની કિંમતના ત્રણ વાહન અને 29.52 લાખનું કેમિકલ,તેમજ મોબાઇલ મળીને કુલ 64,82,750 નો મુદામાલ સ્થળ પરથી કબ્જે કરવામાં આવેલ છે. આ તમામ મુદ્દામાલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ એલસીબી એમ પી પંડ્યા,પીએસઆઈ એસ.આઇ.પટેલ,કે.એચ. ભોચીયા સહિત એલ્સિબીનો સ્ટાફ જોડાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!