સ્થળાંતરીત લોકોને કેશ ડોલ્સ ચૂકવાય અને પશુપાલકોને ફોરેસ્ટના ગોડાઉનમાંથી ઘાસચારો આપવાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની માંગ
વાવાઝોડાની સ્થિતિ વચ્ચારે શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા કચ્છ જવા નીકળ્યા હતા ત્યારે તેઓ હળવદમા રોકાણ કરી હળવદમાં વાવાઝોડાને લઈ પરિસ્થિતિની કોંગ્રેસના કાર્યકર્તા તેમજ આગેવાનો પાસેથી માહિતી મેળવી હતી.
બિપરજોય વાવાઝોડાની અસરને પગલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષ નેતા અમિત ચાવડા બે દિવસ કચ્છમાં પડાવ નાખવાના છે.તેઓ કચ્છ જતા હતા તે દરમિયાન તેઓએ હળવદ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. જે દરમિયાન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે સરકાર દ્વારા જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેઓને નિયમ મુજબ કેશડોલ્સ ચુકવવામાં આવે.ઉપરાંત ફોરેસ્ટના ગોડાઉનમાંથી પશુપાલકોને ઘાસચારો વિતરણ કરવામાં આવે. વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે સરકાર દ્વારા વાવાઝોડાને પગલે આગોતરું આયોજન કરાયું છે.આ આફતના સમયે કોંગ્રેસ તંત્રની સાથે છે. કોંગ્રેસ પણ લોકોની સેવામાં ખડેપગે રહેવાનું છે.