Sunday, December 29, 2024
HomeGujaratવીરપુર જલારામ ખાતે યોજાનાર રઘુવંશી મહાસંમેલનમાં મોરબીના લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેવા...

વીરપુર જલારામ ખાતે યોજાનાર રઘુવંશી મહાસંમેલનમાં મોરબીના લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેવા થયા રવાના

શ્રી લોહાણા મહાજન મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છની આગેવાનીમાં બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ વિરપુર (જલારામ) મુકામે યોજાનાર રઘુવંશી મહા સંમેલનમાં જવા રવાના થયા છે. જેમાં ટંકારા લોહાણા મહાજન, આમરણ લોહાણા મહાજન, બાલંભા લોહાણા મહાજન સહીતના મહાજનોના અગ્રણીઓ મોરબી લોહાણા મહાજન સાથે વિરપુર જવા રવાના થયા છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર ગુજરાતના લોહાણા મહાજનોની સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિર્વાચિત અધ્યક્ષ તરીકે જામનગર ના ઉદ્યોગપતિ જીતુભાઈ લાલનો પદગ્રહણ સમારોહ ઉપરાંત સમસ્ત રઘુવંશી સમાજના મહાસંમેલનનું આયોજન વિરપુર (જલારામ) મુકામે કરવામાં આવ્યું છે. ત્યારે આ મહાસંમેલનમાં મોરબી લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, સી.પી.પોપટ, રમણીકભાઈ ચંડીભમર, પ્રફુલ્લભાઈ કોટક, ટંકારા લોહાણા મહાજન પ્રમુખ કાંતિભાઈ કક્કડ, રીતેશભાઈ કક્કડ, બાલંભા લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ કાનાબાર, આમરણ લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ કાનાબાર, લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબીના કીશોરભાઈ પલાણ, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, રઘુવંશી યુવક મંડળના પૂર્વ પ્રમુખ પપ્પુભાઈ ચંડીભમર, રઘુવંશી ક્રાંતિ મંચ (RKM)-મોરબીના અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, અમિતભાઈ દક્ષિણી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબીના ઉપાધ્યક્ષ પારસભાઈ ચગ, જીતુભાઈ કોટક, વિપુલભાઈ પંડિત, પ્રદીપભાઈ પોપટ, લોહાણા સમાજ અગ્રણી દીનેશભાઈ ભોજાણી, કરીયાણા એસોસીએશન મોરબીના અગ્રણી મનોજભાઈ પંડિત, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના પ્રમુખ હસુભાઈ પુજારા, સહમંત્રી ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, નિરવભાઈ હાલાણી, કીશોરભાઈ ચંડીભમર, શ્રી જલારામ મંદિર મહિલા મંડળના અધ્યક્ષ ભાવનાબેન સોમૈયા, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ મોરબીના અગ્રણી અનિલભાઈ સોમૈયા સહીતના અગ્રણીઓની આગેવાની માં બહોળી સંખ્યામાં મોરબીના લોહાણા સમાજના અગ્રણીઓ વિરપુર જવા રવાના થયા છે. મોરબીના રઘુવંશીઓ માટે વિરપુર જવા-આવવા માટે શ્રી લોહાણા મહાજન મોરબી દ્વારા નિઃશુલ્ક બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પૂ.જલારામ બાપાનો મહાપ્રસાદ ગ્રહણ કરી મોરબી લોહાણા સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓએ વિરપુર રઘુવંશી સમાજના મહાસંમેલનમાં સહભાગી થવા, જ્ઞાતિગંગાના દર્શન માટે પ્રસ્થાન કરવા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!