સમગ્ર જિલ્લાના ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવેલ શિક્ષકોની જિલ્લા પંચાયત દ્વારા માહિતી માંગતા પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ
જેની તપાસ કરી કસુરવારને સજા કરવાની જવાબદારી છે એ શિક્ષણ તંત્રનું ભેદી મૌન,નવાઈની વાત તો એ છે કે હજુ સુધી ખાતાકીય તપાસ પણ નથી થઈ.
ટંકારા તાલૂકામાં શિક્ષક સંઘના આગેવાનો દ્વારા કમ્પ્યુટર કૌશલ્ય સીસીસીની પરીક્ષાના ફોર્મ ભર્યા વગર,પરીક્ષા આપ્યા વગર gcvt cccresult સાઈટમાં આપેલ વર્ષ ૨૦૧૩ ની રીઝલ્ટની કુલ ૧૨૦ પેઈજની સીટમાથી પેજ નંબર ૩,૪ અને ૩૫ વાળી રીઝલ્ટ સીટની પ્રિન્ટ કાઢી સાચા નામની જગ્યાએ પોતાના નામ ગોઠવી તાલુકા, જિલ્લા અને લોકલ ફંડ વગેરેમાં લાગવગ લગાડી ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરાવી લીધું છતાં ચારેય મહાસયોએ એવો લેખિત ખુલાશો કરેલ છે કે સીસીસીનું “સર્ટી આપનાર અમને છેતરી ગયા” હકીકતમાં વ્યક્તિગત સર્ટી આવતું જ નથી ઓનલાઈન રિઝલ્ટનો લિથો આવે છે એ લિથામાંથી જ પેજ નંબર 3,4 અને 35 ની પ્રિન્ટ કાઢી પોતાના નામ ગોઠવી વર્ષોથી ખોટી રીતે સરકારી નાણાં મેળવી રહ્યાની અને ગંભીર ગુનો કર્યાની ફરિયાદ આધાર પુરાવા સાથે થઈ એને બે માસ જેટલો સમય વીતી જવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવેલ નથી અને સ્થાનિક અધિકારીઓને પૂછતાં એવું જણાવેલ છે કે” તપાસ હજુ ચાલુ છે સર્ટી ખરાઈ માટે વિભાગમાં મોકલેલ છે” હકીકતમાં સી.સી.સી.નું વ્યક્તિગત સર્ટી આવતું જ નથી ઓનલાઈન રિઝલ્ટ સીટ જ આવે છે તો પછી ખરાઈ ઓનલાઈન જ થઈ જાય એમાં ક્યાંય કશું મોકલવાની જરૂર જ નથી આમ કૌભાંડ કરનાર લોકોને શિક્ષણના સ્થાનિક અધિકારીઓ છાવરી રહ્યા હોય એવું જણાતા અને ગોટાળા કરનાર ગુરુજીઓ રાજ્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં ઉચ્ચ હોદા ધરાવતા હોય, આ કૌભાંડ બહાર આવ્યું એને બે માસ જેટલો સમય વીતી જવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થઈ હોય કૌભાંડકારીઓના કારનામા બહાર પાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં શું પગલાં લેવામાં આવ્યા? એના આર.ટી.આઈ. કરી લેખિત પુરાવા માંગવામાં આવ્યા છે અને વર્ષ 2013 થી અત્યાર સુધી કેટલા શિક્ષકોએ સી.સી.સી. પરીક્ષા પાસ કરી છે?કેટલા શિક્ષકોને કમ્પ્યુટર ચલાવતાં આવડે છે?તે શિક્ષકોના નામની યાદી તેની પ્રાથમિક શાળાના નામ અને ગામ સાથે માહિતી રૂપે માંગવામાં આવેલ છે તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ લીધો છે તેવા શિક્ષકોના નામોની શાળા અને ગામોની માહિતી માંગવામાં આવેલ છે,ચાર શિક્ષકોને કોઈ સજા થતી ન હોય તમામ શિક્ષકો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે, તંત્ર શા માટે આવા કૌભાંડકારોને બચાવી રહ્યું છે?એ યક્ષ પ્રશ્ન છે.