હજુ ગઈકાલે સાંજે જ સુરેન્દ્રનગર જિલ્લા ના પાટડી તાલુકા ના ગેડિયા ગામે પોલીસ પાર્ટી અને ગેડીયા ગેંગ વચ્ચે અથડામણ માં ફાયરિંગ થયા હતા જેમાં ગેડિયા ગેંગ ના બે કુખ્યાત આરોપી પિતા પુત્ર ને એન્કાઉન્ટર માં ઠાર કરાયા હતા .જેમાં આ બાજુ બજાણાં પોલીસ સ્ટેશન ના પીએસઆઇ વીરેન્દ્રસિંહ જાડેજા અને બે કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત થયા હતા.
બંને ખૂંખાર આરોપી પિતા પુત્ર અઢળક ગુનાઓ માં હતા મોસ્ટ વોન્ટેડ.
વધુ માહિતી મુજબ હનીફ ખાન ઉર્ફે કાળું ખાન ઉર્ફે મુનો અને તેનો પુત્ર મદિન ગેડિયા ગેંગ ના સભ્ય હતા અને તેના પર અલગ અલગ પોલીસ સ્ટેશન માં કુલ 86 ગુના નોંધાયેલા હતા જેમાં ગુજસીટોક પણ શામિલ છે અને આ 86 ગુના માંથી 69 ગુના માં હનીફ મોસ્ટ વોન્ટેડ આરોપી હતો અને તેના પુત્ર મદિન એ પણ નાની ઉમર માં 45 કરતા વધુ ગુનાઓ આચર્યા હતા એટલે જોવા જઈએ તો બન્ને પિતા પુત્ર એ અઢળક ગુનાઓ આચર્યા હતા અને પોલીસ થી નાસતા ફરતા હતા.હનીફ ઉર્ફે કાળું ઉર્ફે મુનો અગાઉ પણ બે વખત પોલીસ પર હુમલો કરી ચુક્યો છે જેમાંના ગુન્હાઓમાં ફરાર હતો. હનીફની પત્ની બિલકિસબાનું ઉર્ફે બિલ્લુ ,હનીફ નો સાળો, મામાજી નો દીકરો બધા અલગ અલગ ગુના માં હાલ સાબરમતી જેલમાં સજા ભોગવે છે.ગુજરાત ના અલગ અલગ સાત જિલ્લા માં આ ગેડિયા ગેંગ એ કાળો કેર વર્તાવ્યો હતો.
જાણો કઈ રીતે થયું એનકાઉન્ટર?
ગઈકાલે શનિવારે પોલીસ ને બાતમી મળી હતી કે ગેડિયા ગેંગ ના મોસ્ટ વોન્ટેડ આરોપીઓ દિવાળી હોવાથી પોતાના પરિવાર ને મળવા ગેડિયા ગામમાં આવ્યા છે જેને લઈને પોલીસ એ ગામ ની અંદર અને આવા જવાના રસ્તા પર પોલીસ પેટ્રોલિંગ વધારી ને વૉચ ગોઠવી હતી જેમાં હનીફ ખાન ઉર્ફે કાળું ખાન જે 69 ગુના માં વોન્ટેડ હતો અને તેનો પુત્ર મદિન ખાન જે 45 ગુના માં વોન્ટેડ હતો અને ગેડિયા ગેંગ ના બીજા સભ્યો ખરેખર ગામ માં આવ્યા છે એવી ખાત્રી થઈ જતા બજાણાં પોલીસ સ્ટેશન ના પીએસઆઇ વિરેન્દ્રસિંહ જાડેજા એ પોતાની ટિમ સાથે ગેડિયા ગામ માં રેડ કરતા ગેડિયા ગેંગ ના કેટલાક સભ્યો ભાગવામાં સફળ રહ્યા હતા અને હનીફ અને મદિન ને પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવતા આરોપી હનીફ ખાન એ પોતાની ગેરકાયદેસર રિવોલ્વર વડે અંધાધૂંધ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને આરોપી મદિન ખાન એ પીએસઆઇ પર ધારિયા વડે હુમલો કર્યો હતો જેથી પીએસઆઇ વિરેન્દ્રસિંહ જાડેજા એ પોતે અને પોતાની ટિમ ના સ્વ બચાવ માં પોતાની સર્વિસ ગન થી બંને આરોપીઓ પર ફાયરિંગ કર્યા હતા જેમાં કુખ્યાત હનીફ ખાન ઉર્ફે કાળું ખાન ઉર્ફે મુન્નો અને તેનો વોન્ટેડ પુત્ર મદિન ખાન ઠાર મરાયા હતા.
આવા ગુનેગારો ના એન્કાઉન્ટર થવાથી આજુ બાજુ ના ગામ ના લોકો રાહત નો શ્વાસ લઈ રહ્યા છે અને પોલીસ નો આભાર માની રહ્યા છે.અને નિર્દોષ લોકો નો ભોગ લઈને ડોન બનવાનું સપનું સેવતા આવા ગુંડા તત્વો સામે આવી જ સખત કાર્યવાહી થવી જોઈએ એવી લોકો માંગણી કરી રહ્યા છે.અને ઠેર ઠેર થી પીએસઆઇ જાડેજા ની આ કામગીરી ને લોકો બિરદાવી રહ્યા છે અને આવા ગુનેગારો માટે પીએસઆઇ જાડેજા જેવા અધિકારી હોવા જરૂરી છે.એ રીતે સોસિયલ મીડિયા માં લોકો પોલીસ ને સપોર્ટ કરી રહ્યા છે.
રેન્જ આઇજી સંદીપ સિંઘ એ લીધી ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ ની મુલાકાત
બનાવની ગંભીરતાને લઈને રેન્જ આઈજી સંદીપ સિંઘ આજે સુરેન્દ્રનગર પહોંચી અને ઇજાગ્રસ્ત પીએસઆઈ વીરેન્દ્રસિંહ જાડેજાની મુલાકાત કરી હતી બાદમાં ગેડિયા ગામે ઘટના સ્થળની મુલાકાત કરી ઝીણવટ ભરી માહિતી મેળવી હતી.