Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી જિલ્લાની બેઠકો પર ચૂંટણી ખર્ચના હિસાબના લેખા જોખા:ત્રણ ઉમેદવારોને નોટિસ અપાઈ

મોરબી જિલ્લાની બેઠકો પર ચૂંટણી ખર્ચના હિસાબના લેખા જોખા:ત્રણ ઉમેદવારોને નોટિસ અપાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. ત્યારે ઉમેદવારોએ પ્રચાર દરમિયાન કરેલ ખર્ચ તંત્રમાં રજુ કરવાનો હોય છે. પરંતુ ટંકારા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ તેમજ મોરબી માળીયા બેઠક પર અપક્ષ ઉમેદવારે પોતે કરેલ ખર્ચઓ પૂરતો હિસાબ ન આપતા નોટિસ ફટકારવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ ચૂંટણી પ્રચાર દરમિયાન ૦૭.૦૯ લાખ ખર્ચ્યા, પણ હિસાબમાં ૦૩.૨૫ લાખ દેખાડ્યા છે. જયારે દુર્લભજીભાઈએ ૧૧.૬૬ લાખ ખર્ચ્યા હોવા છતાં તેમણે તંત્રમાં અમુક સભાઓ-રોડ શોનો ખર્ચ ન દેખાડ્યો હોવાથી તંત્ર દ્વારા બંને ઉમેદવારો વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે બીજી તરફ મોરબી- માળીયા બેઠકમાં ભાજપના કાંતિલાલ અમૃતિયાએ ૧૦,૫૯,૬૬૭, કોંગ્રેસના જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલે ૩,૩૦,૮૦૦ અને આપના પંકજભાઈ રાણસરીયાએ ૪,૧૩,૬૭૬ તેમજ અન્ય ૧૨ ઉમેદવારોએ ૫૪ હજાર સુધીનો ખર્ચ કર્યો છે. જયારે અપક્ષ અશ્વિનકુમાર હરિભાઈ ટુંડીયાએ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. તેમજ અન્ય અપક્ષ નિરુપાબેન નટવરલાલ માધુએ પણ હિસાબ રજૂ ન કરતા નોટિસ અપાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!