Friday, April 19, 2024
HomeGujaratચેક રિટર્ન કેસમાં બે ભાઈઓને છ માસની સાદી કેદની સજા અને દંડ...

ચેક રિટર્ન કેસમાં બે ભાઈઓને છ માસની સાદી કેદની સજા અને દંડ ફટકારાતી હળવદ કોર્ટ

મોરબીમાં વધુ એક ચેક રિટર્ન કેસ સામે આવ્યો છે. જેમાં બેન્ક પાસેથી ખેતીની જમીનમાં બાગાયત ખેતી કરવા લીધેલ લોનની સમયસર ભરપાઈ ન કરતા બે સગાભાઇઓને મોરબી કોર્ટ દ્વારા છ માસની સાદી કેદની સજા તથા રૂ.૪,૩૨,૫૦૦/-નો દંડ ફરિયાદીના ચૂકવવા તથા રૂ.૧૦,૦૦૦/- સરકારમાં જમાં કરાવવા આદેશ આપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા હળવદ શાખાએ હળવદના બુટવડા ખાતે રહેતા બે સગાભાઇ સીંઘાભાઈ મોતીભાઈ ભરવાડ તથા ગેલાભાઈ મોતીભાઈ ભરવાડને ખેતીની જમીનમાં બાગાયત ખેતી કરવા માટે લોન આપેલ હતી. પરંતુ લોન સમયસર ભરેલ ન હોય ખાતુ ઓવરડયુ થતા અને બેંકને આપેલ ચેક રીટન થતા બેંકે નોટીસ આપી બેંકની ચેકની બાકી લેણી રકમ અંગે હળવદ કોર્ટમાં કેશ દાખલ કરેલ જે કેશ હળવદના ચીફ જ્યુડીશ્યલ ગજજર સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સીંઘાભાઈ મોતીભાઈ ભરવાડ તથા ગેલાભાઈ મોતીભાઈ ભરવાડને છ માસની સાદી કેદની સજા તેમજ દંડ રૂ.૪,૩૨,૫૦૦/- ફરીયાદીને આપવા તેમજ રૂ.૧૦,૦૦૦/- સરકારમાં જમાં કરાવવા આદેશ આપ્યો છે. તેમજ દંડ ભરવામાં કશુર કરે તો વધુ એક માસની સાદી કેદની સજા કરવા હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!